બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Senior Diplomat Indra Mani Pandey elected as a new Secretary General of BIMSTEC

સિદ્ધિ / આખરે કોણ છે ઇન્દ્રમણિ પાંડે? જેઓના શિરે સોંપાઇ BIMSTECના મહાસચિવની સૌથી મોટી જવાબદારી

Vaidehi

Last Updated: 05:15 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UNમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ ઈન્દ્રમણિ પાંડે બિમ્સટેક BIMSTECનાં નવા મહાસચિવ બનશે. તેઓ પહેલા ભારતીય રાજદ્વારી છે જેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

  • બિમ્સટેકનાં મહાસચિવ તરીકે ઈન્દ્રમણિ પાંડને પસંદગી
  • ઈન્દ્રમણિ પાંડે પહેલા ભારતીય બિમ્સટેક મહાસચિવ
  • ભારત માટે આ સિદ્ધિ અત્યંત લાભકારી

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે  ઈન્દ્રમણિ પાંડે બિમ્સટેક BIMSTECનાં નવા મહાસચિવ બનશે. તેઓ પહેલા ભારતીય રાજદ્વારી છે જેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં તેઓ UNમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ છે. 

કોણ છે ઈન્દ્રમણિ પાંડે?
ઈન્દ્રમણિ પાંડે 1990 બેચનાં ભારતી સેવા ઓફિસર (IFS) છે. તેઓ દેશનાં બુદ્ધિશાળી બ્યૂરોક્રેટ્સમાંનાં એક છે. હાલમાં તેઓ જિનેવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સાત દેશોનાં સમૂહ BIMSTECનાં મહાસચિવ નિયુક્ત થનારા ઈન્દ્રમણિ પાંડે પહેલાં ભારતીય હશે.

બિમ્સટેક શું છે?
બિમ્સટેક એટલે કે બે ઑફ બેંગાલ ઈનિશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન. આ 7 દેશોનું એક સંગઠન છે જેમાં દક્ષિણ એશિયાનાં 5 દેશ ભારત-બાંગ્લાદેશ- ભૂટાન-નેપાળ-શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં 2 દેશો મ્યાંમાર - થાઈલેન્ડ શામેલ છે. વર્ષ 1997માં આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. BIMSTECનું સચિવાલય બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છે.

બિમ્સટેકની સ્થાપના પાછળનો હેતુ
બિમ્સટેકની જ્યારે સ્થાપના થઈ ત્યારે તેનો મુખ્ય ઉદેશ્ય આ દેશોની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો અને સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો. આ સાથે જ ઈકોનોમિક કોપરેશનમાં સુધાર લાવવાનો પણ હેતુ હતો.

ભારત માટે આ સંગઠન કઈ રીતે મહત્વપૂર્ણ?
બિમ્સટેક દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાને તેમજ હિમાલય-બંગાળની ખાળી જોડે છે. ભારત ઘણાં સમયથી નેબરગુડ ફર્સ્ટ અને એક્સ ઈસ્ટ પોલિસીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમજ હાલમાં જે રીતે ચીનની આક્રમકતા વધી રહી છે તેવી પરિસ્થિતિમાં ભારતને બિમ્સટેકમાં મહાસચિવ જેવો મોટો હોદો પ્રાપ્ત થવું એ મોટી વાત છે. તેનાથી દેશને ઘણાં લાભ પહોંચી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ