બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / senior columnist Film journalist salil dalal passed away in canada

અનંત સફર... / વરિષ્ઠ કટાર લેખક, 'ફિલમની ચિલમથી' ઘરે ઘરે જાણીતા બનેલા સલિલ દલાલનું કેનેડામાં નિધન, સાહિત્ય જગત શોકમાં

Kishor

Last Updated: 11:33 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલએ 73 વર્ષની ઉંમરે કેનેડા ખાતે આખરી શ્વાસ લીધા છે.

  • લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલનું આજે નિધન
  • 73 વર્ષની ઉંમરે કેનેડા ખાતે આખરી શ્વાસ ખેંચ્યા
  • સલિલ દલાલ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા

ફિલમની ચિલમ’ અને ‘ફિલ્લમ ફિલ્લમ’ના નામેં કોલમ લખી કરોડો ગુજરાતીઓને રસપ્રદ માહિતી પીરસતા વરિષ્ઠ કટાર લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલનું આજે નિધન થયું છે. તેઓએ 73 વર્ષની ઉંમરે કેનેડા ખાતે આખરી શ્વાસ ખેંચ્યા છે. મહત્વનું છે કે સલિલ દલાલ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જે આજે જીંદગી સામેનો જંગ હારી જતા વિશાળ ચાહક વર્ગ શોકના સાગરમાં ડૂબ્યો છે.

તુમ મુઝે યૂં ભૂલા ન પાઓગે...

કેનેડાના ટોરોન્ટોમાં અવસાન થયું
સલિલ દલાલ પોતાની આગવી લેખનશૈલીથી વાચકોને ફિલ્મ જગતની આજકાલથી વાંકેફ રાખતા હતા. સલિલ લાંબા સમય સુધી ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં કોલમિસ્ટ રહ્યા હતા. હાલ તેઓ પોતાના પુત્ર સાથે વર્ષોથી કેનેડાના ટોરોન્ટોમાં રહેતા હતા અને ત્યાં જ તેઓનું અવસાન થયું છે.

ગુજરાત સરકારના અનેક ગૌરવવંતા હોદ્દા પર સેવા આપી ચુક્યા છે

સલિલ દલાલની અણધારી વિદાયને પગલે દેશ અને દુનિયાના ફિલ્મ, સાહિત્યક પત્રકારત્વમાં ક્યારેય ન પુરાય તેવું ગાબડું પડ્યું છે. ચાહકવર્ગમાં જાણીતા ‘સલિલભાઈ'તરીકે ખ્યાતનામ બનેલ દલાલનું સાચું નામ હસમુખ ઠક્કર હતું. ‘સલિલ દલાલ’ તેઓનું પેન નેમ તરીકે અપનાવ્યું હતું અને એ નામ તેઓની આજીવન ઓળખ બની રહ્યું હતું. ખાસ વાતએ છે કે સલિલભાઇ નાયબ મામલતદારથી લઇને મનોરંજન કર કમિશનર સુધીના ગુજરાત સરકારના અનેક ગૌરવવંતા હોદ્દા પર સેવા આપી ચુક્યા છે.

પત્રકારત્વ, સાહિત્ય ક્ષેત્રનું ખેડાણ

પત્રકારત્વ, સાહિત્ય ક્ષેત્રે તેઓના ખેડાણની વાત કરવામાં આવે તો ‘ગાતા રહે મેરા દિલ’ એ સલિલ દલાલનું પ્રથમ પુસ્તક રહ્યું છે. જેમાં 9 ફિલ્મી ગીતકારોનાં જીવન-કવનની વાત વણી લેવાઈ છે. યુવાવસ્થામાં તેઓ આણંદ ખાતેથી ‘આનંદ એક્સપ્રેસ’ સાપ્તાહિક કાઢતા હતા. સિનેમા જગત પર ‘ગાતા રહે મેરા દિલ’, ‘કુમારકથાઓ... ફેસબુકના ફળિયે!’, ‘અધૂરી કથાઓ. ઇન્ટરનેટની અટારીએ!’ સહિતના અનેક પુસ્તકો તેઓએ લખ્યા છે.


 વધુમાં ‘સૂરસાગર કી લહરેં’ નામનું હિન્દી પુસ્તક છે. જેમાં 1960થી 1975ના દોઢ દાયકામાં સર્જાયેલા હિન્દી ફિલ્મી ગીત-સંગીતની કથા આલેખી છે. તથા ‘કુમારકથાઓ’માં અશોક કુમાર, કિશોર કુમાર, સંજીવ કુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમારની દાસ્તાન લખી છે. ‘અધૂરી કથાઓ’માં મધુબાલા, મીનાકુમારી, સ્મિતા પાટિલ, દિવ્યા ભારતી, શ્રીદેવી નાની ઉંમરે મોતને ભેટનારની વાતો લાખી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ