બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Semi-Finals and Runouts: Women's Cricket World Cup again leaves cricket fans heartbroken

ક્રીકટ જગત / સેમીફાઇનલ અને રનઆઉટ: મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ફરી થયું એવું કે ક્રિકેટ ફેન્સના દિલ તૂટી ગયા

Megha

Last Updated: 01:50 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલની મેચમાં ટીમ ઈન્ડિયા એક સમયે જીત તરફ આગળ વધી રહી હતી પણ કેપ્ટન હરમનપ્રીત કૌરના એ રનઆઉટે મેચને પલટી નાખી હતી.

  • હરમનપ્રીત કૌરની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ
  • હરમનપ્રીત કૌરના રન આઉટે એમએસ ધોનીની યાદ અપાવી 
  • વીરેન્દ્ર સેહવાગે શેર કરી તસવીર 

આઇસીસી વુમન્સ ટી-20 વર્લ્ડ કપ 2023માં ભારતને ઓસ્ટ્રેલીયા સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે કેપટાઉનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે 173 રનના ટાર્ગેટ મળ્યો હતો જએની સામે નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે ટીમ ઈન્ડિયા 167 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે જ ટીમ ઈન્ડિયાનું ફરી એકવાર વર્લ્ડ ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. નોંધનીય છે કે ભારતની આ હાર બાદ હવે ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકા અથવા ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

હરમનપ્રીત કૌરની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ
ગઇકાલની એ મેચમાં ટીમ ઈન્ડિયા એક સમયે જીત તરફ આગળ વધી રહી હતી પણ કેપ્ટન હરમનપ્રીત કૌરના એ રનઆઉટે મેચને પલટી નાખી હતી. જણાવી દઈએ કે ભારતીય ઇનિંગ્સની 15મી ઓવરમાં કેપ્ટન હરમનપ્રીત બીજો રન લેવા માટે દોડી પણ સમયસર પંહોચી શકી નહતી અને આઉટ થઈ હતી. મહત્વનું છે કે જ્યારે હરમનપ્રીત રમી રહી હતી એ સમયે ભારતને 33 બોલમાં માત્ર 41 રનની જરૂર હતી પણ તેની વિકેટ પડી એ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

હરમનપ્રીત કૌરના રન આઉટે એમએસ ધોનીની યાદ અપાવી 
હરમનપ્રીત કૌરના રન આઉટથી ક્રિકેટ ફેન્સને પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની યાદ આવી ગઈ હતી. જણાવી દઈએ કે એમએસ ધોની ન્યુઝીલેન્ડ સામે 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રનઆઉટ થયા હતા. એ સમયે ટીમ ઈન્ડિયા 240 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું અને ધોની 50 રન પર બેટિંગ કરી રહ્યો હતો. એ સમયે ધોની રનઆઉટ થયો હતો અને એ બાદ ભારત તે મેચ પણ હારી ગયું હતું. સાથે જ ગઈકાલની મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ હરમનપ્રીત પણ ધોનીની જેમ રન આઉટ થઈ હતી અને એ મેચ પણ ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. 

વીરેન્દ્ર સેહવાગે શેર કરી તસવીર 
જણાવી દઈએ કે પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે 2019ની તે ઘટનાનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે 'ક્રિઝ પર મેચ વિનર અને સેમી ફાઇનલમાં રનઆઉટ. આ પહેલા પણ આપણું દિલ આ રીતે તૂટયું હતું. ભારતને બહાર થતાં જોઇને દુખ થયું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ