બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Selling liquor in baskets not laps: BJP candidate's video goes viral

નિવેદન / ખોળામાં નહીં ટોપલામાં દારૂ વેચવાનું: ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું

Priyakant

Last Updated: 01:21 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પર ભાજપના ઉમેદવારે કહ્યું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ

  • દાંતાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વીડિયો વાયરલ 
  • વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ 
  • હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ-પારઘી

ગુજરાત વિધાનસભાનું ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય નેતાઑ મતદારોને રીઝવવા પ્રચારમાં લાગ્યા છે. આ તરફ હવે બનાસકાંઠાના દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પર દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારે કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. જોકે તેમના આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વેરક થઈ રહ્યો છે. 

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વિધાનસભાનું ચૂંટણીને લઈ ચૂંટણી સભામાં લાધુ પારઘીએ વિવાદિત નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાધુ પારઘીએ કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. 

રાજકોટમાં પણ વિડીયો વાયરલ 

એક તરફ વિવાદોનો વંટોળ અને બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ દરમ્યાન 1 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન યોજાવાનું છે. જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ચૂંટણી ટાણે ધર્મના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.  


 
જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસ પૂર્વે ઈન્દ્રનીલ રાજ્યગુરુની જાહેરસભા યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'મારા પર મહાદેવ અને અલ્લાહ બંન્નેની દયા છે. મારા મતે અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. જંગલેશ્વરમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને સરખા લાગે છે. મારે બે નારા મારે એક સાથે બોલવા છે હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો.'

વીડિયો વાયરલ થતાં આપી પ્રતિક્રિયા

તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરેલા રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો આ વીડિયો વાયરલ થતા તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ભાજપ અડધી ક્લીપ ફેરવીને વિવાદ ઉભો કરે છે. મેં જંગલેશ્વરમાં એકતાનની વાત કરી હતી. હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી નવા-નવા મુદ્દાઓ શોધે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ