બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / self lockdown in many areas of Gujarat

મહામારી / જાગૃત જનતાનો મહત્વનો નિર્ણય: ગુજરાતના આ ગામોમાં સ્વયંભૂ લૉકડાઉન, જાણો રાજ્યની સ્થિતિ

Kavan

Last Updated: 08:35 PM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. સતત કોરોના સંક્રમણ અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ કેટલાક શહેર સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં છે.

  • કોરોનાનો કહેર યથાવત
  • કેટલાક શહેર વળ્યાં લોકડાઉન તરફ
  • અનેક શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

ઉલ્લેખનીય છે કે, કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે તો બીજા તરફ જનતા પણ જાગૃત થઇને કોરોનાને અટકાવવા માટેના  પ્રયાસ કરી રહી છે. ત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં સ્વયભૂં લૉકડાઉન લાદવામાં આવ્યા છે. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય 

કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 3 વાગ્યા પછી બંધની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, બલોલનગર, નરોડા, સરદાર નગર, સિંધી માર્કેટ બંધ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ દ્વારા બંધના સ્ટીકર મારવામાં આવી રહ્યા છે. બંધના એલાનને મોટા ભાગના વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે

અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા જાહેરાત કરાઇ છે. 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. 

રાજકોટની તો દાણાપીઠ બજાર બપોરે 3 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લી

હવે વાત કરીએ રાજકોટની તો દાણાપીઠ બજાર સવારે 8થી બપોરે 3 સુધી ખુલ્લી રહેશે. આજથી 25 એપ્રિલ સુધી સવારે 8થી બપોરે 3 સુધી જ દુકાનો ખુલશે.જ્યારે રાજકોટમાં શનિ-રવિ બે દિવસ ઉદ્યોગગૃહ પોતાના ઉદ્યોગ બંધ રાખવા તૈયાર થયા છે. 

પાટણમાં લૉકડાઉન

પાટણમાં પણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી પાટણમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે..સવારે 9થી 12 વાગ્યા સુધી ત્રણ કલાક દુકાનો ખુલ્લી રહેશે. 

આ તરફ અરવલ્લીના ઉભરાણ ગામે સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. 30 એપ્રિલ સુધી બજારો સવારે 8થી 3 સુધી ખુલ્લા રાખવામાં આવશે. તો શક્તિપીઠ અંબાજીમાં પણ 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. બુધવારથી શુક્રવાર સુધી 1 વાગ્યા સુધી જ બજાર ખુલ્લુ રહેશે. 

સાળંગપુરમાં નહીં થાય હનુમાન જયંતીની ઉજવણી 

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતી મહોત્સવ ઉજવણી કરવામાં આવશે નહીં. વધતા જતા કોરોનાના સંક્રમણના પગલે મંદિર વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. 

દ્વારકાના મહાદેવીયા ગામે સ્વૈચ્છિક લૉકડાઉન 

હવે દ્વારકાની વાત કરીએ તો મહાદેવીયા ગામે સ્વૈચ્છિક લૉકડાઉન ની જાહેરાત કરી છે.સવારે 6 થી 9.30 કલાક સુધી દુકાનો ચાલુ રાખી શકાશે. બહારથી આવતા લોકોને કામ વગર ગામમાં પ્રવેશ નહીં મળે. 

બોટાદ શહેરમાં પણ 7 દિવસનું લૉકડાઉન 

આ તરફ બોટાદ શહેરમાં પણ 7 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે...જેમાં 21થી 27 એપ્રિલ સુધી લૉકડાઉન રહેશે.

ખેડાના કઠલાલમાં બે દિવસ સંપૂર્ણ લોકડાઉન

ખેડાના કઠલાલમાં બે દિવસ સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે. 20 અને 21 એપ્રિલે સંપૂર્ણ લોકડાઉન પળાશે. 22 એપ્રિલથી સાંજે 4થી સવારના 6 સુધી લોકડાઉન રહશે. નગરમાં વધતા કોરોના સંક્રમણને લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. મેડિકલ સેવાઓ સિવાયના તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. નગરપાલિકા દ્વારા નાગરિકોના સ્વાસ્થયને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમોનો અમલ નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

8 મનપા વિસ્તારમાં લાગી શકે છે લોકડાઉનઃ સૂત્ર

રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર ગુજરાતમાં પણ લોકડાઉન અંગે વિચાર કરી રહી છે જેમાં ગાંધીનગરના સૂત્રો દ્વારા એવો ગણગણાટ છે કે 8 મનપાઓમાં કડક લોકડાઉન અમલી બનશે. સરકારમાં લોકડાઉન અંગે વિચારણા અંગે ચાલી રહી છે. રાજ્યમાં 8 મનપા વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. રાજસ્થાન અને દિલ્હીમાં લોકડાઉન લાગુ કરાયું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતની મહાનગરપાલિકાઓમાં લોકડાઉન લાગી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ