બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / selectors will select sanju samson after his century in south africa

ક્રિકેટ / 'શું ટીમ ફરી આ શતકવીરને મોકો આપશે..' સંજૂ સેમસનની સદી બાદ ગૌતમે સિલેક્ટર્સ પર ઉઠાવ્યા 'ગંભીર' સવાલ

Arohi

Last Updated: 09:29 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sanju Samson Gautam Gambhir: પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે હવે જોવાનું રહેશે કે શું સિલેક્ટર્સ તેમને ટીમમાં સિલેક્ટ કરે છે કે નહીં.

  • સંજૂ સેમસનની સેન્ચુરી બાદ સિલેક્ટર્સ પર સવાલ 
  • ગૌતમ ગંભીરે સિલેક્ટર્સને કર્યા ગંભીર સવાલ
  • કહ્યું, શું ટીમ તેમને મોકો....

સંજૂ સેમસને દક્ષિણ આફ્રીકા સામે રમાયેલી વનડે સીરિઝની ત્રીજી મેચમાં શાનદાર ઈનિંગ રમી. ગુરૂવારે રમાયેલી સીરિઝ ડિસાઈડરમાં સંજૂએ 114 બોલમાં 108 રનોની ઈનિંગ રમી. જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા શામેલ રહ્યા હતા. આ સેન્ચુરીથી સંજૂના કરિયરને બૂસ્ટ જરૂર મળશે. આ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે સિલેક્ટર્સને સવાલ કરતા કહ્યું, જોવાનું રહ્યું કે શું ટીમ તેમને તક આપશે કે નહીં? 

ભારતીય ટીમનો ભાગ રહ્યા છે સંજૂ 
સંજૂ નિયમિત રીતે ભારતીય ટીમનો ભાગ રહ્યા છે તેમનું ટીમની અંદર બહાર થવાનું ચાલતું રહે છે. ગંભીરે કહ્યું છે કે સેન્ચુરી બાદ સિલેક્ટર્સ પર સંજૂને ટીમમાં સિલેક્ટ કરવાનું દબાણ વધી ગયું છે. તેમણે કહ્યું કે સંજૂને વનડે ફોર્મેટમાં રમવું જોઈએ. ગંભીરે જણાવ્યું કે, "અમને બધાને ખબર છે કે તેમની પાસે કેટલું ટેલેન્ટ છે. ફક્ત અમે જ નહીં પરંતુ આઈપીએલમાં તેમની ઈનિંગ જોનાર દરેક શખ્સ જાણે છે કે તે કેટલા ટેલેન્ટેડ છે."

સંજૂની આફ્રીકા વિરૂદ્ધ સેન્ચુરીને લઈને ગંભીરે કહ્યું, "આ ઈનિંગે તેમનું કરિયર રિસ્ટાર્ટ કર્યું છે. જ્યારે તમે સેન્ચુરી મારો છો ત્યારે સિલેક્ટર્સ તમારાથી પ્રભાવિતતો થાય જ છે પરંતુ સાથે જ તેમના પર દબાણ પણ રહે છે કે તે તમને સિલેક્ટ કરે. હવે જોવાનું રહેશે કે ટીમ સંજૂને કેટલી તકો આપે છે. કારણ કે બીજા વનડે વર્લ્ડ કપમાં હજુ સમય છે."

પૂર્વ ભારતીય બેટ્સમેને જણાવ્યું કે સેમસન ટીમ ઈન્ડિયા માટે કેવી રીતે ઉપયોગી બની શકે છે. તેમણે કહ્યું, "ભારતની પાસે હંમેશાથી મજબૂત ટોપ ઓર્ડર રહ્યા છે. પરંતુ સેમસન ટીમના મિડલ ઓર્ડરને મજબૂતી આપી શકે છે. આ ઈનિંગની સાથે જ સંજૂએ પોતાનું કરિયર ફરીથી શરૂ કરી નાખ્યું છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ