બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Seema Hyder And Sachin had marriage in Nepal Hotel Room says hotel owner ganesh

ખુલાસા / સચિન અને સીમાની રૂમ નંબર 204ની સંપૂર્ણ કહાની, 4000નું પેમેન્ટ પણ કર્યું, હોટલ માલિકે જણાવી એક એક વાત

Vaidehi

Last Updated: 07:14 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીમા હૈદર અને સચિન મીણાનાં કેસમાં નવો ખુલાસો. હોટલનાં માલિકે જણાવ્યું કે બંનેએ હોટલનાં રૂમમાં લગ્ન કર્યાં હતાં.

  • સીમા હૈદર અને સચિન મીણાનાં કેસમાં ખુલાસો
  • હોટેલનાં માલિક ગણેશે આપી માહિતી
  • કહ્યું બંનેએ હોટેલનાં રૂમમાં લગ્ન કર્યાં હતાં

UP ATS ની પાકિસ્તાની મહિલા સીમા હૈદર સાથેની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ અત્યારસુધી તેને સંપૂર્ણપણે ક્લીન ચીટ નથી મળી. આ કેસમાં સીમા હૈદરનાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યાં છે અને હાલમાં જ નેપાળમાં આ વિષય પર પૂછપરછ કરવામાં આવી રહી છે. સીમા હૈદર જ્યારે સચિન મીણા સાથે પહેલીવાર નેપાળમાં મળી હતી હવે તેને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે.

સીમાની સાથે તેના 4 બાળકો પણ હતાં

સીમા હૈદર અને સચિન મીણા નેપાળની જે હોટલમાં રહ્યાં હતાં તે હોટેલનાં  મેનેજરે મોટો ખુલાસો કર્યો છે. નેપાળનાં કાઠમાંડૂમાં આવેલી આ હોટલનાં માલિકે જણાવ્યું કે સચિને હોટલના બિલનું પેમેન્ટ કર્યું હતું. સચિને નેપાળની કરેન્સીમાં આશરે 4000 રૂપિયાની ચૂકવણી કરી હતી. માલિકે કહ્યું કે રૂમ નંબર 204માં રોકાયેલ આ કપલમાં સૌથી પહેલા સીમા હૈદર નિકળી હતી અને બીજા દિવસે સચિને ચેક આઉટ કર્યું. તેમણે જણાવ્યું કે સીમાની સાથે તેના 4 બાળકોને જોઈને અમે ચોંકી ગયાં હતાં કારણકે સીમા અને સચિને રૂમ નંબર 204માં લગ્ન કર્યાં હતાં.

રૂમમાં લગ્ન માંડ્યાં હતાં
તેમણે જણાવ્યું કે જ્યારે અમે સીમાની સાથે તેના 4 સંતાનોને જોયા ત્યારે અમે ચોંકી ઊઠ્યાં હતાં કારણકે હોટલમાં સીમા મોટાભાગે જીન્સમાં રહેતી હતી અને બંનેએ એક રૂમમાં જ લગ્ન કર્યાં હતાં. માહિતી અનુસાર બંને માર્ચ મહિનામાં નેપાળનાં કાઠમાંડૂની હોટલમાં 7-8 દિવસ રહ્યાં હતાં.

હોટલનાં માલિક ગણેશે આપી ડિટેલ્સ
હોટલનાં માલિક ગણેશે જણાવ્યું કે બંને જે રૂમ નંબર 204માં રોકાયા હતાં તે રૂમનું ભાળું 500 રૂપિયા પ્રતિ દિવસ હતું. સચિને ફોન કરીને આ રૂમની બુકિંગ કરાવી હતી અને જણાવ્યું હતું કે સીમા તેની પત્ની છે. બુકિંગનાં એક દિવસ બાદ સીમા હૈદર હોટલમાં પહોંચી હતી. હોટેલનાં માલિકે જણાવ્યું કે સચિન અને સીમા બંને સવાર થતાંની સાથે જ ફરવા નિકળી જતાં હતાં અને આ બંનેમાંથી કોઈપણ પાકિસ્તાન સાથે સંકળાયેલ નહોતું લાગ્યું. 

ફરી ધરપકડ થઈ શકે છે
એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર સીમાએ ખૂબ જ કડક પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી હશે. જેના કારણે તે ખૂબ જ કડક જવાબો આપી રહી છે. આથી પોલીસ હવે પૂછપરછ દરમિયાન મનોવૈજ્ઞાનિકને તેમની સાથે બેસાડી શકશે. જેથી સરહદના જુઠ્ઠાણા પર બારીકાઈથી નજર રાખી શકાય. પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરની કહાની અને તેની પાસેથી મળેલી સામગ્રીથી તેની ફરી ધરપકડ થઈ શકે છે. યુપી એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં સીમાની ધરપકડ થઈ શકે છે. સીમા પાસે અલગ-અલગ નામના બે પાસપોર્ટ, અલગ-અલગ જન્મતારીખવાળા દસ્તાવેજો અને એક તૂટેલો ફોન મળી આવ્યો હતો.  તપાસમાં એવું સામે આવ્યું છે કે સીમાએ પોતાનું પાકિસ્તાન સિમ તોડીને ફેંકી દીધું હતું. આ ફોન અને સિમનો ડેટા ડિલીટ કર્યો. ભારત આવતી વખતે તેણે શારજાહ અને કાઠમંડુમાં સિમ પણ ખરીદ્યા હતા. સીમા પાસે પોતાનો એક્ટિવ ફોન હતો, પરંતુ તે સચિનને ​​પાકિસ્તાનથી અજાણ્યા વ્યક્તિના હોટસ્પોટ દ્વારા ફોન કરતી હતી. સચિનનો તૂટેલો ફોન પણ મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ