ઉર્વશી રૌતેલા ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'RP' તેને મળવા માટે હોટલની લોબીમાં કલાકો સુધી રાહ જોઈ હતી. આ પછી ઋષભ પંતે તેને ઉર્વશીનો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો. આ પછી બંને વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું હતું.
ફરી એકવખત ઉર્વશી રૌતેલાનો વીડિયો વાયરલ
ઉર્વશી રૌતેલાને લઈને એક વીડિયો થયો વાયરલ
મેચમાં દર્શકોએ ઉર્વશી ભાભીના લગાવ્યા નારા
આઈપીએલના ક્રેઝે સમગ્ર દેશને ઘેરી લીધો છે અને બોલીવુડ સ્ટાર્સ પણ એક્શનમાં આવી રહ્યા છે. બોલિવૂડના કેટલાક સ્ટાર્સ પણ મેચ જોવા સ્ટેડિયમ જઈ રહ્યા છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ હાજર હતી. અને ત્યારથી ઉર્વશી રૌતેલા તેની રહસ્યમયી સોશિયલ મીડિયા પોસ્ટ્સથી હેડલાઇન્સમાં રહે છે. 11મી એપ્રિલની આ ઘટના છે. પરંતુ હવે તેનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દિલ્હી કેપિટલ્સની મેચમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં ભીડ 'ઉર્વશી ભાભી'ના નારા લગાવતી જોઈ શકાય છે. આ વીડિયોમાં અક્ષર પટેલની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 27, 2023
ઋષભ-ઋષભ' ના નારા લાગ્યા
આ વીડિયોમાં સ્ટેડિયમમાં ચાહકો ઉર્વશી રૌતેલાને 'ભાભી-ભાભી' કહીને ચીડવે છે. આ પછી ચાહકો 'ઋષભ-ઋષભ' ના નારા લગાવવા લાગે છે. મેચ દરમિયાન અક્ષર પટેલ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહ્યો છે. આ દરમિયાન ચાહકો બૂમો પાડતા સાંભળી શકાય છે- 'ભાભી આયી હૈ ભાભી'. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે'ભાભી-ભાભી'ના બૂમો સાંભળીને અક્ષર પટેલની પ્રતિક્રિયા. આ પછી ઉર્વશીને બાલ્કનીમાં ઉભી જોઈને ચાહકો ફરીથી 'ઋષભ-ઋષભ' બૂમો પાડવા લાગ્યા.
ઉર્વશી રૌતેલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
ઉર્વશી રૌતેલા ચાહકોના આ પ્રકારના ફ્લર્ટિંગ અને મસ્તી વચ્ચે IPL મેચની મજા માણતી જોવા મળી હતી. તેણે 1998ની હિટ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ના પ્રખ્યાત ગીત 'કોઈ મિલ ગયા' પર પણ ડાન્સ કર્યો હતો. તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આનો એક વીડિયો પણ શેર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, ઉર્વશી રૌતેલાના દેખાવના થોડા દિવસો પહેલા ઋષભ પંતે પણ ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કેપિટલ્સની પ્રથમ ઘરેલું મેચમાં હાજરી આપી હતી. ઋષભ પંતને ઈજા બાદ પહેલીવાર જાહેરમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા.