બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Seeing a huge crowd of devotees in the temples of Gujarat from early morning

ઉત્સવનો માહોલ / ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે આજે વહેલી સવારથી જ પાવાગઢ, ચોટીલા, સાળંગપુર સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, જુઓ VIDEO

Malay

Last Updated: 11:05 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ચૈત્રી પૂનમની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે હનુમાન મંદિરો અને માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી છે.

 

  • આજે ચૈત્રી પૂનમની ઉજવણી
  • મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું  
  • ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી 

આજે ચૈત્રી પૂનમની ગુજરાતના મંદિરોમાં ઠેર-ઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચોટીલા, ઊંઝા, પાવાગઢ, સાળંગપુર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. દૂર દૂરથી ભક્તો પગપાળા સંઘો લઈ મહેસાણા ઊંઝાના ઉમિયાધામમાં પહોંચ્યા હતા. તો સુરેન્દ્રનગરના ચોટીલામાં માનવ મેરામણ ઉમટ્યું છે.

ઉમિયાધામમાં ભક્તોની ભારે ભીડ
મહેસાણાના ઊંઝા ઉમિયા મંદિરે ચૈત્રી પૂનમને લઈને વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. ઉમિયા મંદિરે દૂર દૂરથી ભક્તો પગપાળા સંઘોને લઈને પહોંચ્યા છે. આજે ચૈત્રી પૂનમ હોવાના કારણે ઊંઝા ઉમિયા મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. માતાજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ઉમિયા માતાજી કડવા પાટીદાર સમાજના કુળદેવી છે. 

ચામુંડાના ધામમાં માનવ મેરામણ ઉમટ્યું 
પૂનમના દિવસે સુરેન્દ્રનગરનાં ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માનવ મેરામણ ઉમટ્યું છે. ભક્તો ધસારાને ધ્યાનમાં રાખીને ચોટીલામાં ચુસ્ત બંદોબસ્ત ગઠવવામાં આવ્યો છે. ચોટીલા અને આસાપાસના વિસ્તારોમાં પદયાત્રીઓની સેવા માટે અનેક કેમ્પો ખોલવામાં આવ્યા છે.  માઇ ભક્તોને કોઇ અગવડતા ન પહોંચે તે માટે ખાસ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરતા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે. મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી દ્વારા ભક્તોને કોઇ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા પણ આજે માતાજીના દર્શન કરવા માટે ચોટીલા પહોંચ્યા હતા. તેમણે માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. આપને જણાવી દઈએ કે, પૂનમના દિવસે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. 

સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર
આજે હનુમાન જયંતિની દેશભરમાં ધામધૂમથી ઉજવાણી કરવામાં આવી રહી છે. ગઈકાલ સાંજથી સાળંગપુરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગઈકાલે હનુમાન દાદાની 54 ફૂટની વિરાટકાય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાળંગપુર ધામ હવે કિંગ ઓફ‌ સાળંગપુર તરીકે ઓળખાશે. દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમા‌ સાથે ભક્તો સેલ્ફી લઈ રહ્યા છે.  મોટી સંખ્યામાં ભક્તો ગ્રુપને સાથે રાખીને સેલ્ફી લઈ રહ્યા છે. સાળંગપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મોળી રહ્યો છે. 

ઝંડ હનુમાન મંદિરે ઉમટ્યું માનવ મહેરામણ
પંચમહાલના ઝંડ હનુમાન મંદિર પણ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ના નારાથી ગુંજી રહ્યું છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે ઝંડ હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા  છે. ઝંડ હનુમાન પાંડવ કાળનું અતિ પૌરાણિક અને મહત્વનું ધાર્મિક સ્થાન છે.  ઝંડ હનુમાન ખાતે શનિ દેવની સ્વયંભુ વિરાટ મૂર્તિના દર્શન થાય છે. આ મંદિર જાંબુઘોડાના જંગલ વિસ્તારમાં આવેલું છે.

પાવાગઢમાં માતાજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ઼ં
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ચૈત્રી પૂનમને લઇ લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. વહેલી સવારે માતાજીના નિજ દ્વાર ખુલ્લો મુકતા જય માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી ભક્તોનો પ્રવાહ ચાલું છે. વહેલી સવારથી જ મહાકાળી માતાજીના દર્શન માટે કતારો લાગી છે. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખીને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ