બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / See what a well-known cardiologist of Ahmedabad advised to keep the heart healthy

હેલ્થ / કોરોનાના લીધે હાર્ટઍટેક વધ્યા એવું નથી...: અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજીસ્ટે હૃદયને હેલ્ધી રાખવા જુઓ શું સલાહ આપી

Kishor

Last Updated: 03:45 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્ડિયાકને કારણે 2થી 3% લોકોનો જીવ અચાનક જ હતો હોય છે તે મામલે કાર્ડિયોલોજિસ્ટ ડૉ.મિલન ચગે માહિતી આપી બચવાના ઉપાયો સૂચવ્યા હતા.

  • મેરેન્ગો સિમ્સ હોસ્પિટલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ.મિલન ચગનું નિવેદન 
  • અચાનક કાર્ડિયાક એરેસ્ટની ઘટના બને છે : ડૉ.મિલન ચગ
  • જલ્દી હોસ્પિટલ સુધી પહોંચી જવાય તો જીવ બચી શકે છે : ડૉ.મિલન ચગ
  • કાર્ડિયાકને કારણે 2થી 3% લોકોનો જીવ અચાનક જ હતો હોય છે: ડૉ.મિલન ચગ

હાર્ટએટેક અને કાર્ડિયાક એરેસ્ટના વધતા જતા કિસ્સાને લઈને તબીબ આલમ ચિંતામાં છે ત્યારે અમદાવાદના મેરેન્ગો સિમ્સ હોસ્પિટલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ.મિલન ચગનું નિવેદન સામે આવ્યું છે. ડૉ.મિલન ચગે જણાવ્યું કે અચાનક કાર્ડિયાક એરેસ્ટની ઘટના બને છે. જેમા જો જલ્દી હોસ્પિટલ સુધી પહોંચી જવાય તો જીવ બચી શકે છે. તેઓએ કહ્યું કે કાર્ડિયાકને કારણે 2થી 3% લોકોનો જીવ અચાનક જ જતો હોય છે. આવા કિસ્સાઓમાં મસાજ કે સારવાર સમયસર ન મળે તો 4 મિનિટમાં જીવ જતો હોય છે.

મસાજ કે સારવાર ન મળે તો 4 મિનિટમાં જીવ જતો હોય છે :મિલન ચગ

ગરબા રમતા, સ્કૂલમાં બાળકો, યુવાનો ક્રિકેટ રમતા મોત થવાના અનેક કિસ્સાઓ તાજેતરમાં સામેં આવ્યા છે. આ લોકોને શ્વાસ સહિતની બીમારીની હિસ્ટ્રી જોવા મળતી હોય છે. સૌથી મહત્વની વાત કરતા તેઓએ કહ્યું કે કોરોનાને કારણે 40થી ઓછી ઉંમરના લોકોને હ્રદયરોગનો હુમલો આવતા હોવાના કિસ્સાઓ વધ્યા છે તેવું નથી.  પરંતું ભારતમાં હ્રદયરોગની બીમારીનું પ્રમાણ ખૂબ વધુ છે. તબીબના જણાવાયા અનુસાર આપણો વારસો એવો છે જેના કારણે હાર્ટની બિમારી થાય છે. આથી આવી કોઈ બીમારી ઘર ન કરે તે માટે હમેશાં તણાવ મુક્ત રહેવું જોઈએ. કારણ કે આપણી તનાવભરી જીવન શૈલી બદલવાથી આ વધતા કેસોને અટકવી સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે.

ડૉ. રાજેશ પોથિવાલાનું મોટું નિવેદન

બીજી બાજુ હાર્ટએટેકના વધતા કેસ મુદ્દે કાર્ડિયાલોજિસ્ટ ડૉ. રાજેશ પોથિવાલાનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેઓએ કહ્યું કે વહેલી તકે હોસ્પિટલમાં પહોંચી જવાય તો જીવ બચી શકે છે. ગરબા રમતા,સ્કૂલમાં બાળકો,યુવાનો ક્રિકેટ રમતા હોય તેવા લોકોના મોત થયા છે. વધુમાં અભ્યાસમાં સામે આવ્યું કે મૃત્યુ પામે તેવા લોકોને શ્વાસ સહિત બીમારી જોવા મળતી હોય છે.

કાર્ડિયાક એરેસ્ટના કેસમાં વધારો

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કાર્ડિયાક એરેસ્ટના કેસમાં નવરાત્રીનાં ડેટામાં  9.1 ટકાનો વધારો થયો છે. નવરાત્રી દરમ્યાન કાર્ડિયાક અને શ્વાસ લેવામાં તકલીફનાં કેસ વધ્યા હતા અને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લગભગ 17 ટકા જેટલા કેસમાં ઉમેરો જોવા મળ્યો છે. 

તમાકુ ઉત્પાદનોથી બચો 
વધુમાં હદયને હેલ્ધી રાખવા માટે સિગરેટ, સિગાર અને તમાકૂ ઉત્પાદનોનું સેવન, ખાસ કરીને તેમાંથી નિકળતો ધુમાડો હૃદય રોગ અને ધમનીઓ માટે ખૂબ જ હાનિકારક હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધુમ્રપાનની આદતને છોડીને તમે હૃદય અને ફેફસા બન્નેના સ્વાસ્થ્યમાં સુધાર કરી શકો છો. જો તમે ધુમ્રપાન કરો છો તો તેને છોડવાથી પણ હૃદયના સ્વાસ્થ્યમાં સુધાર આવે છે. 

શારીરિક શ્રમ ન કરવો 
વ્યાયામ અને શારીરિક ગતિવિધિ હૃદય રોગ અને અન્ય ક્રોનિક બીમારીઓ વિરૂદ્ધ સુરક્ષા આપી શકે છે. તમે જેટલું વધારે શારીરિક રીતે સક્રિય રહેશો. ક્રોનિક બીમારીઓનો ખતરો તેટલો જ ઓછો થાય છે. દિવસમાં ઓછામાં ઓછો 30 મિનિટ વ્યાયામ તમારા માટે ફાયદાકારક છે. અભ્યાસમાં મળી આવ્યું છે કે શારીરિક નિષ્ક્રિયતા વાળા લોકોમાં હૃદય રોગના વિકસિત થવાનો ખતરો વધારો હોય છે. 

વજન કંટ્રોલમાં રાખવું જરૂરી 
શરીરનું વધતુ વજન, ખાસ કરીને પેટની આસપાસ જમા ચરબી તમારા હૃદય પર દબાણ કરે છે અને ડાયાબિટસ-હૃદય રોગોના ખતરાને વધારે છે. જો તમારૂ વજન વધારે છે તો ફક્ત 5થી 10 ટકા સુધી તેને ઓછુ કરવાથી તમારા બીપી અને રક્ત શર્કરામાં મોટો અંતર આવી શકે છે. આ બન્ને સ્થિતિઓ હૃદયના સ્વાસ્થ્યમાં સુધાર કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ