બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Sea madness in Dwarka, ferry service stopped... Megharaja Kopayman in Saurashtra-Kutch

કમોસમી વરસાદ / કચ્છમાં પડ્યા કરા, નદીઓ થઈ બે કાંઠે; દ્વારકામાં દરિયો ગાંડોતૂર, ફેરી સેવા બંધ... સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા કોપાયમાન

Vishal Khamar

Last Updated: 03:36 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તેમજ દ્વારકાનાં દરિયામાં હળવો કરન્ટ પણ જોવા મળ્યો હતો.

  • દ્વારકા જિલ્લામાં હળવો કમોસમી વરસાદ
  • હર્ષદ, નાવદ્રા દરિયા કિનારા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ
  • દરિયામાં હળવો કરન્ટ જોવા મળ્યો

દ્વારક જીલ્લામાં હળવો કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં હર્ષદ, નાવદ્રા સહિતનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ દરિયામાં હળવો કરન્ટ પણ જોવા મળ્યો હતો.

 

  • દ્વારકામાં ફરી વાર શરૂ થયો કમોસમી વરસાદ
  • દ્વારકામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો
  • થોડા વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો
  • કમોસમી વરસાદથી યાત્રિકો થયા પરેશાન


દ્વારકામાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ત્યારે દ્વારકામાં વહેલી સવારથી કમોસમી વરસાદ પડ્યો હતો. થોડા વિરામ બાદ ફરી ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ત્યારે કમોસમી વરસાદથી યાત્રિકો પરેશાન થયા હતા.

  • કચ્છમાં વહેલી સવારથી કમોસમી વરસાદ
  • માંડવીના મોટા ભાડિયાની નદીમાં આવ્યા નવા નીર
  • માંડવી-મોટા ભાડિયાને જોડતા માર્ગની નદી બે કાંઠે વહેતી થઇ
  • નદીના નીર રસ્તા પર આવતા રાહદારીઓ અટવાયા


કચ્છમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતીત બન્યા હતા. વરસાદ વરસતા માંડવીનાં મોટા ભાડિયાની નદીમાં નવા નરી આવ્યા હતા. માંડવી-મોટા ભાડિયાને જોડતા માર્ગની નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીનાં નીર રસ્તા પર આવતા રાહદારીઓ અટવાયા હતા.

રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. જેના પગલે આજે મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો.. ત્યારે કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે.. વાદળછાયા વાતાવરણ વચ્ચે અબડાસા,લખપત, ,માંડવી નખત્રાણા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ થયો.. તો માવઠાને પગલે દાડમ, કેરી અને ઘઉં સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.. કમોસમી વરસાદને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.. ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થતા ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે

  • દ્વારાકામાં ખરાબ હવામાનને લઈ ફેરી બોટ સર્વિસ કરાઈ બંધ
  • બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ
  • વરસાદ અને પવનનાં કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ
  • પવનની ગતિને કારણે યાત્રિકોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય
  • પવનને કારણે ફેરીબોટ જેટી પર ઊભી ન રહી શકતા લેવાયો નિર્ણય


દ્વારકામાં સવારથી પડી રહેલ અવિરત વરસાદ તેમજ ખરાબ હવામાનનાં કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. વરસાદ અને પવનનાં કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. પવનની ગતિને કારણે યાત્રિકોની સુરક્ષા માટે નિર્ણય લેવાયો છે. પવનને કારણે ફેરીબોટ જેટી પર ઊભી ન રહી શકતા નિર્ણય લેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ