બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Scrapping 3 Crore Ration Cards For Not Linking Aadhaar "Too Serious": Supreme Court

ગંભીર મામલો / આ એક કારણથી 3 કરોડ રાશન કાર્ડ રદ્દ, SCમાં અરજદારે કહ્યું લોકો ભૂખ્યાં મરી રહ્યાં છે

Hiralal

Last Updated: 03:51 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર સાથે જોડાયેલા ન હોવાને કારણે લગભગ 3 કરોડ રેશન કાર્ડને રદ કરી દેવાતા સુપ્રીમ કોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લઈને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર પાસેથી જવાબની માગ કરી છે.

  • ઝારખંડની કોયલી દેવી આ કેસમાં અરજદાર
  • ખાવાનું ન મળવાને કારણે કોયલી દેવીની પુત્રીનું મોત થયું હતું 
  • 3 કરોડ રેશન કાર્ડને રદ થવાના મામલાને સુપ્રીમે ગણાવ્યો અતિ ગંભીર

ચીફ જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ એસી બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની પીઠે જણાવ્યું કે આ મામલાને ફક્ત વિરોધાત્મક કેસ ન ગણી શકાય કારણ કે આ એક ગંભીર મામલો છે.

સુનાવણીની શરુઆતમાં અરજાર કોયલી દેવી વતી કોર્ટમાં દલીલો રજૂ કરતા વકીલ  કોલિન ગોંઝાલ્વિસે જણાવ્યું કે આ અરજી એક મોટા અને ગંભીર મુદ્દાને ઉઠાવે છે. 

કેન્દ્ર સરકારે ત્રણ કરોડ રેશનકાર્ડ રદ કરી દીધા

કેન્દ્ર સરકારે ત્રણ કરોડ રેશનકાર્ડ રદ કરી દીધા છે. કોયલી દેવીએ તેમની અરજીમાં જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓએ તેમનું રેશનકાર્ડ રદ કરી દીધું છે જેને કારણે તેમને માર્ચ 2007 થી રેશન મળવાનું બંધ થઈ ગયું છે અને આખા પરિવારને ભૂખમરાનો સામનો કરવાનો વખત આવ્યો છે. તેમણે કહ્યું કે ભોજન ન મળવાને કારણે તેમની પુત્રી સંતોષીનું મોત થયું હતું.

કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ અમન લેખીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે રેશનકાર્ડ રદ કર્યાં છે તેવું બયાન ખોટું છે. 

ચીફ જસ્ટિસની ખંઠપીઠે જણાવ્યું કે અમે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માગ કરીએ છીએ. આ કોઈ પ્રતિકાત્મક કેસ નથી પરંતુ અમે આ કેસની વધારે સુનાવણી કરીશું. નોટીસ જારી કરાઈ છે જેની પર અમારે ચાર અઠવાડિયાની અંદર જવાબ જોઈએ. 

શું છે  મામલો
ઝારખંડની રહેવાશી કોયલી દેવીએ પોતાના રદ થયેલા રેશન કાર્ડના વિરોધમાં સુપ્રીમ કોર્ટમા અરજી કરી છે. રેશન કાર્ડ રદ થતા રેશન ન મળતા કોયલીદેવીની 11 વર્ષની પુત્રી સંતોષીનું ભૂખમરાને કારણે મોત થયું હતું. સંતોષીની બહેન ગુડિયા દેવી પણ આ કેસમાં અરજદાર છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ