બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / sco summit pm modi and shehbaz sharif meeting may take place in uzbekistan

પ્રવાસ / PM મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન વચ્ચે 6 વર્ષ બાદ થઇ શકે છે મુલાકાત, અહીં યોજાશે SCOનું વાર્ષિક શિખર સંમેલન

Dhruv

Last Updated: 03:38 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 વર્ષ બાદ ઉબ્જેકિસ્તાનમાં PM મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા.

  • ઉબ્જેકિસ્તાનના સમરકંદમાં યોજાશે SCO સમિટ
  • PM મોદી પાક.ના વડાપ્રધાન સાથે કરી શકે છે મુલાકાત
  • જો મુલાકાત થઇ તો અનેક મુદ્દાઓ પર ચર્ચા સંભવ

શંઘાઇ સહયોગી સંગઠન (SCO) ના મહાસચિવ ઝાંગ મિંગ શુક્રવારથી ત્રણ દિવસ પાકિસ્તાની મુલાકાતે છે. એ દરમ્યાન તેઓ 15-16 સપ્ટેમ્બરના રોજ ઉબ્જેકિસ્તાનના સમરકંદમાં યોજાનાર SCOના વાર્ષિક શિખર સંમેલન માટે પાકિસ્તાનના PM શહબાઝ શરીફને આમંત્રિત કરશે એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં ખુદ PM મોદી પણ ભાગ લેવાના છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ સંમેલનમાં પાકિસ્તાન અને ભારતના વડાપ્રધાન મુલાકાત કરી શકે છે.

6 વર્ષ બાદ પ્રથમ વાર થશે મુલાકાત!

એવું કહેવાઇ રહ્યું છે કે, 6 વર્ષમાં આવું પ્રથમ વાર થશે કે જ્યારે બંને વડાપ્રધાન એકસાથે જોવા મળશે અને એકબીજાની મુલાકાત કરશે. ઉચ્ચ સ્થાનીય રાજદ્વારી સૂત્રોના જણાવ્યાં અનુસાર, એવું કહેવાય છે કે શહબાઝ અને PM મોદી વચ્ચેની મુલાકાતની શક્યતાને નકારી ના શકાય કારણ કે બંને બે દિવસ માટે એક જ પરિસરમાં રહેશે.

ભારત તરફથી હજુ સુધી કોઇ જ વાતચીતની ઓફર નહીં

સૂત્રોના જણાવ્યાં અનુસાર, "બંનેની હજુ સુધી કોઇ જ બેઠક નથી થઇ, કારણ કે ભારત તરફથી હજુ સુધી આ મામલે કોઇ પણ પ્રકારની રજૂઆત નથી થઇ. જો ભારત આવી કોઇ રજૂઆત કરે છે તો તેની પર પાકિસ્તાનની પ્રતિક્રિયા સકારાત્મક હશે." ચીન, પાકિસ્તાન, રશિયા, ભારત, તજાકિસ્તાન, ઉબ્જેકિસ્તાન, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન આ ગ્રુપના સંપૂર્ણ સભ્યો છે. ગ્રુપના નવા અધ્યક્ષે પોતાની પ્રાથમિકતાઓ અને કાર્યોના વિશે પહેલેથી જ જણાવી દીધું છે. જેમાં સંગઠનની ક્ષમતા અને અધિકાર વધારવા, ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા, ગરીબી ઓછી કરવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસ સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ