બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / scientists claim diabetes affect 1 billion people by 2050 know prevention cause

હેલ્થ ટિપ્સ / વૈજ્ઞાનિકોએ કહ્યું-100 કરોડ લોકોને થઈ જશે ડાયાબિટીઝ! બીમારીથી બચવું હોય તો આજથી જ અપનાવો આ 5 આદતો

Arohi

Last Updated: 04:52 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diabetes Prevention Cause: ડાયાબિટીસને સાઈલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. આ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ તેનનું મોટુ કારણ જણાવ્યું છે.

  • ડાયાબિટીસને કહેવાય છે સાઈલેન્ટ કિલર 
  • દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ડાયાબિટીસ 
  • વૈજ્ઞાનિકોએ જણાવ્યું તેનું કારણ 

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જે રીતે ડાયાબિટીસની બિમારી ફેલાઈ રહી છે તેને જોતા અંદાજો લગાવી શકાય છે કે વર્ષ 2050 સુધી દુનિયાભરમાં 1 બિલિયન શુગરના દર્દીઓ થઈ જશે. વૈજ્ઞાનિકોએ વર્ષ 1990થી 2021ની વચ્ચે 204 દેશોમાં 27,000થી વધારે ડેટા સ્ટડી કર્યા બાદ આ દાવો કર્યો છે. 

દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 101 મિલિયનથી વધારે 
ભારતમાં ડાયાબિટીસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 101 મિલિયનથી વધારે થઈ ગઈ છે. વર્ષ 2019માં આ સંખ્યા 70 મિલિયન એટલે કે ત્રણ વર્ષમાં 30 મિલિયનથી વધારે લોકો શુગરના દર્દી બની ગયા છે. 

ડાયાબિટીસની કોઈ સારવાર નથી અને ફક્ત કંટ્રોલ કરીને જ તેનાથી સ્વસ્થ્ય જીવન જવી શકાય છે. આવો જાણીએ કે ડાયાબિટીસની આટલી સ્પીડ કેમ વધી રહી છે અને તમે બચવા માટે શું ઉપાય કરી શકો છો. 

સૌથી વધારે કેસ ટાઈપ 2 ડાયાબિટીસના હશે
સ્ટડીમાં જોવા મળ્યું કે ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીઝમાં સૌથી વધારે કેસ ટાઈપ 2 ડાયાબિટીસના હશે. ટાઈપ 1 ડાયાબિટીસ એક ઓટોઈમ્યુન બિમારી છે જ્યાં શરીર ઈંસુલિનનું ઉત્પાદન નથી કરી શકતું અને આ મોટાભાગે બાળકોમાં જોવા મળે છે જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જ્યાં ધીરે ધીરે ઈંસુલિન રેસિસ્ટેન્ટ થઈ જાય છે અને સામાન્ય રીતે વયસ્કોમાં જોવા મળે છે અને તેને કંટ્રોલ કરી શકાય છે. 

ડાયાબિટીસથી થતા ખતરા 
ડાયાબિટીસ એક સાઈલેન્ટ કિલર બીમારી છે જે ધીરે ધીરે શરીરને નષ્ટ કરી દે છે. તેનાથી ઘણી મુશ્કેલીઓ જોડાયેલી છે. શુગરના દર્દીઓને ઈસ્કેમિક હાર્ટ ડિઝીઝ, સ્ટ્રોક, ઓછુ દેખાવું પગમાં અલ્સર જેવો ખતરો વધારે થાય છે. 

સ્થૂળતા ડાયાબિટીસનું સૌથી મોટુ કારણ 
વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના વધવાના બે પ્રમુખ કારણ જણાવ્યા છે. જેમાં ઉંમર અને સ્થૂળતા છે. સંશોધકો અનુસાર સુસ્ત જીવનશૈલી અને ખરાબ ભોજનના કારણે લોકોનું વજન વધે છે. વજન વધવાનું કારણ 

  • હાર્ટ કેલેરી ફૂડ્સનું વધારે સેવન 
  • હેલ્ધી ફૂડ્સ માટે પૈસાની કમી 
  • અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડસનું વધારે સેવન 
  • ફેટ અને શુગરનું વધારે સેવન 
  • એનિમલ પ્રોડક્ટનો વધારે ઉપયોગ 
  • કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીમાં શામેલ ન થવું 

ડાયાબિટીસનું રિસ્ક કઈ રીતે ઓછુ કરશો? 

  • વજન ઓછુ કરો. 
  • ફાઈબરનું સેવન વધારો અને આખા અનાજ વાળા ખાદ્ય પદાર્થોનું વધારે સેવન કરો. 
  • કામ વખતે લાંબ સામય સુધી બેઠા રહેવાની જગ્યા પર નાના નાના બ્રેક લો. 
  • દરરોજ ચાલવાનો પ્રયત્ન કરો. 
  • રોજ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સરસાઈઝ કરો. 

ડાયાબિટીસના આ લક્ષણો પર રાખો નજર 

  • વધારે તરસ લાગવી 
  • હંમેશા થાક રહેવો 
  • કારણ વગર વજન ઓછુ થવું 
  • ઓછુ કે ઝાંખુ દેખાવવું 
  • વારંવાર પેશાબ લાગવો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ