બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / વિશ્વ / Scientist found a method of making a paracetamol and medicines with the help of pine tree

શું વાત કરો છો! / પેરાસીટામોલ જેવી દવાઓ હવે કાગળના કચરામાંથી જ બનાવી દેવાશે! આખા સમાચાર જાણીને ખરેખર ચોંકી જશો

Vaidehi

Last Updated: 06:14 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈજ્ઞાનિકોએ કાગળમાંથી નિકળતા ખાસ તેલમાંથી પેરાસીટામોલ જેવી અનેક પ્રકારની દવાઓ બનાવવાની રીત શોધી છે. પ્રદૂષણની સાથે-સાથે આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે.

  • UKની યૂનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ કરી શોધ
  • કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનો ઉત્તમ ઉપાય
  • વૃક્ષમાંથી નિકળતા આ ખાસ કેમિકલની મદદથી બનશે દવાઓ

UKની બાથ યૂનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ દેવદારના વૃક્ષોમાંથી નિકળતા એક કેમિકલથી પેરાસીટામોલ, આઈબુપ્રોફેન અને પર્ફ્યૂમ વગેરે બનાવવાની રીત શોધી છે. આ શોધ એટલા માટે મોટી માનવામાં આવી રહી છે કારણકે ફાર્માસ્યૂટિકલ કંપનીઓ દવા બનાવવા માટે ક્રૂડ ઓઈલનો ઉપયોગ મોટાપાયે કરે છે જેના લીધે મોટી માત્રામાં કાર્બન ઉત્સર્જન પણ થાય છે. દુનિયા નેટ ઝીરો કાર્બન એમિશનનું લક્ષ્ય સાધવા ઈચ્છે છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી આ શોધ ખાસ માનવામાં આવી રહી છે.

દવાઓથી કેટલું પ્રદૂષણ થાય છે?
એક રિસર્ચ અનુસાર દુનિયાભરની ફાર્માસ્યૂટિકલ ઈંડસ્ટ્રીનું ગ્લોબલ વોર્મિંગમાં મોટું યોગદાન છે અને દવાઓની ઈંડસ્ટ્રી, દુનિયાભરની ઓટોમોટિવ પ્રોડક્શન ઈંડસ્ટ્રી એટલે કે ગાડી બનાવતાં ઉદ્યોગોથી પણ વધારે પ્રદૂષણ ફેલાવે છે. રિસર્ચમાં લખવામાં આવ્યું છે કે, દુનિયાની ફાર્માસ્યૂટિકલ્સ ઈંડસ્ટ્રીમાં 200થી વધારે મોટી કંપનીઓ છે પરંતુ છેલ્લાં 5 વર્ષોમાં તેમાંથી માત્ર 25 કંપનીઓએ જ નિયમિતરૂપે પોતાના ગ્રીનહાઉસ ગેસ ઉત્પાદન અંગે ખુલાસો કર્યો છે. રિસર્ચમાં જણાવાયું છે કે  2015માં સમગ્ર ફાર્મા સેક્ટરે 52 મેગાટન કાર્બન ડાયોક્સાઈડ એક્વીવેલેન્ટનું ઉત્સર્જન કર્યું. ટૂંકમાં આ સેક્ટર ઓટોમોટિવ સેક્ટરની સરખામણીએ 13% વધારે પ્રદૂષણ ફેલાવે છે જ્યારે વેલ્યૂએશન 28% ઓછું છે.

કાગળનો ઉપયોગ કરીને બનશે દવાઓ
બાથ યૂનિવર્સિટીની રિસર્ચ ટીમે બાયોરિન્યુએવલ કેમિકલ બીટા પાઈનીનથી અનેક દવાઓ બનાવવાની રીત શોધી છે. આ બીટા પાઈનીન, ટરપેંટાઈનનો જ એક ભાગ છે. ટરપેંટાઈનનો ઉપયોગ દિવાલ અને લોખંડનાં સામાનોને પેઈન્ટ કરવામાં થાય છે. આ તેલ દેવદારનાં વૃક્ષોમાંથી નિકળે છે. આ સિવાય કાગળ ઉદ્યોગમાં પણ દરવર્ષે કચરાનાં રૂપે 3.5 લાખ ટનથી પણ વધારે ટર્પેન્ટાઇન તેલ નિકળે છે. વૈજ્ઞાનિકોએ આ તેલની મદદથી જ દવાઓ બનાવવાની રીત શોધી છે.

ટર્પેન્ટાઈનનો થશે ઉપયોગ
દુનિયામાં દરવર્ષે આશરે 1 લાખ ટન દુ:ખાવામાં રાહત આપનારી ગોળીઓ, પેરાસીટામોલ અને આઈબુપ્રોફેનનું ઉત્પાદન થાય છે.  વૈજ્ઞાનિકોએ ટર્પેન્ટાઈનથી અનેક એવા પણ કેમિકલ્સ બનાવ્યાં છે જેના ઉપયોગથી હદયરોગની દવાઓ અને અસ્થમાનાં ઈન્હેલર બની શકે છે.

શું થશે ફાયદો?
વૈજ્ઞાનિકો અનુસાર આ નવી શોધને લીધે કેમિકલ ઈંડસ્ટ્રીમાં ક્રૂડ ઓઈલનો ઉપયોગ ઘટાડી શકાશે.
કાગળ બનાવતી ઈંડસ્ટ્રીથી નિકળતાં કચરાનો યોગ્ય ઉપયોગ કરી શકાશે.
કાચા તેલ પર આધારિત પ્રક્રિયા મોંઘી હોય છે પરંતુ આ પ્રક્રિયા વૃક્ષોથી મળતાં કેમિકલ પર આધારિત છે અને તેનાથી કાર્બન-એમિશન ઓછું થઈ શકશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ