બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / scientific reason for not eating onion and garlic for one month

Sawan 2023 / ડુંગળી-લસણ ન ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, જુઓ શું કહે છે સાયન્સ અને આયુર્વેદિક

Bijal Vyas

Last Updated: 10:42 AM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ માસમાં સાત્વિક આહારનું મહત્વ છે. આવી સ્થિતિમાં, ડુંગળી અને લસણ છોડવાનું કહેવામાં આવે છે. પરંતુ શા માટે, તમે જાણો છો.

  • ડુંગળી અને લસણ બંને રાજસિક ખોરાકની શ્રેણીમાં આવે છે
  • ડુંગળી અને લસણ ન ખાવાથી તમારા શરીરને ઘણી રીતે ફાયદો થાય છે
  • ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.

Sawan 2023: શ્રાવણનો મહિનો શરુ થઇ રહ્યો છે અને તેવામાં ડુંગળી અને લસણ છોડીને સાત્વિક આહાર લેવાની પરંપરા રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ પૂજા કે વ્રતમાં ડુંગળી અને લસણ છોડવાની સલાહ કેમ આપવામાં આવે છે. જો તમે ડુંગળી લસણને 1 મહિના માટે છોડી દો તો શું થશે. આ દરમિયાન, તેની શરીર પર શું અસર થાય છે અને તે કેવી રીતે ફાયદાકારક બની શકે છે? આવો, આ તમામ પ્રશ્નો વિશે વિગતવાર જાણકારી મેળવીએ 

ડુંગળી અને લણ ખાવાનું બંધ કરવાથી શું થાય છેઃ 
1. શું કહે છે આયુર્વેદ ?

આયુર્વેદ અનુસાર, ડુંગળી અને લસણ ન ખાવાથી તમારા શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. વાસ્તવમાં, ડુંગળી અને લસણ બંને રાજસિક ખોરાકની શ્રેણીમાં આવે છે કારણ કે તેમની તીવ્ર ગંધ જેવી લાક્ષણિકતાઓ છે. રાજસિક ખોરાક રાજસ ગુણને જાગૃત કરે છે, જેનાથી મનમાં ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન, પ્રસિદ્ધિની ઈચ્છા, સ્વકેન્દ્રીતા અને સાંસારિક આનંદની ઈચ્છા થાય છે.

શ્રાવણ મહિનામાં ન ખાવા જોઈએ ડુંગળી-લસણ: માત્ર ધાર્મિક જ નહીં હેલ્થ સાથે  જોડાયેલું છે કનેક્શન, જુઓ શું કહે છે એક્સપર્ટસ Why Onion and garlic not eat  in sawan ...

આ ઉપરાંત એલિયમ પરિવારનું છે અને તે ફેનોલિક ફાયટોકેમિકલ્સથી ખૂબ સમૃદ્ધ છે, જે શરીરમાં એન્ડ્રોજેનિક એટલે કે જાતીય ઉત્તેજક તરીકે કામ કરે છે. આયુર્વેદ અનુસાર, ડુંગળી અને લસણનો ઉપયોગ યૌન શક્તિ વધારવા અને વંધ્યત્વ દૂર કરવા માટે થાય છે. આ ખાવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સીધી રીતે ઉત્તેજિત થાય છે.

2. સાયન્સના ફેક્ટ્સ શું છે?
ડુંગળી અને લસણનો FODMAPs ના ડાયટમાં સમાવેશ થાય છે. આ કાર્બોહાઇડ્રેટ્સ છે, જેમ કે ખાંડ અને ફાઇબર, જે કેટલાક લોકો માટે નાના આંતરડા દ્વારા નબળી રીતે શોષાય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી તમે સંવેદનશીલ જીઆઈ ટ્રેક્ટ અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને એસિડ રિફ્લક્સ જેવી પરિસ્થિતિઓમાં પરિણમી શકે છે, જે ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.

why-onion-garlic-use-is-prohibited-during-navratri

1 મહિના સુધી ડુંગળી લસણ છોડવાના ફાયદાઃ

  • એક મહિના માટે ડુંગળી અને લસણને છોડી દેવાથી, તમારું શરીર ડિટોક્સિફિકેશન મોડમાં જાય છે અને પછી તે શરીરમાં સંગ્રહિત ચરબી અને ઊર્જાનો વધુ ઉપયોગ કરે છે. 
  • એક રીતે, તે શરીર માટે સ્ક્રબિંગ અને ક્લિન્ઝિંગનું કામ કરે છે. જેના કારણે સ્થૂળતા, સુગર અને પેટની સમસ્યા કંટ્રોલમાં રહે છે. 
  • આ ઉપરાંત તે તમારી વિચારસરણીમાં પણ ફેરફાર કરે છે, તમે શાંત થઇ જાઓ છો અને તમને સારું લાગે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ