બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / science story reason behind more landslides during chardham yatra 2023

ચિંતા / સતત થઈ રહ્યો છે 'હિમાલય પર હુમલો', ચારધામ યાત્રાને લઈ વૈજ્ઞાનિકોની ચેતવણી, જણાવ્યું કેમ સરકી રહ્યા છે પહાડ

Kishor

Last Updated: 12:05 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચારધામ યાત્રાના રૂટ પર ભૂસ્ખલનની વધતી ઘટનાને લઈને શ્રદ્ધાળુઓ પર ખતરો હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.

  • હિમાલયના પહાડો ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે ખતરારૂપ
  • ચારધામ યાત્રાના રૂટ પર ભૂસ્ખલનની સંખ્યામાં  થઈ રહ્યો છે વધારો
  • લોકો પર ખતરો વધવાની વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી

ઉત્તરાખંડની ચારધામ યાત્રા દરમિયાન હિમાલયના  પહાડો શ્રદ્ધાળુઓ માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા છે. ચારધામ યાત્રાના રૂટ પર ભૂસ્ખલનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આથી ભૂસ્ખલન,  અને આડેધડ બાંધકામ અને પ્રવાસીઓની સંખ્યામા આવતા ઉછાળાને લઈને પહાડોની મર્યાદા ઘડી રહી છે. પરિણામે આ સ્થિતિ ચાલુ રહેશે તો લોકો પર ખતરો વધવાની વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે.ઘસતા પહાડો વચ્ચે બદ્રીનાથનો રસ્તો જોશીમઠથી જ જાય છે. બીજી તરફ જોશીમઠના મકાનોમાં તિરોડો પડી હોવાથી તે ભયજનક બન્યા છે. પરિણામે લોકો ઘર છોડવા મજબુર બન્યા છે.

ચારધામ યાત્રા માટે સરકારે જાહેર કરી SOP, પ્રસાદ અને તિલકને લઈને બન્યા આ  નિયમો, જાણો કોને નહીં મળે એન્ટ્રી | uttarakhand government releases sop for chardham  yatra

શ્રદ્ધાળુઓની સંખ્યા પરથી પ્રતિબંધ હટાવવામા આવ્યો
પર્યાવરણવિદોનું માનીએ તો ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યા નિર્ધારીત કરાઈ હતી. પરંતુ હવે આ પ્રતિબંધ હટાવવામા આવ્યો છે કે ઉત્તરાખંડ સરકારની ભૂલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રારંભના સમયગાળા દરમિયાન દિવસભરના યમુનોત્રીમાં 5500 મુસાફરો 9000 ગંગોત્રી, 15 હજાર બદ્રીનાથ અને 18 હજાર ભક્તોને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે હવે યાત્રિકો સતત વધી રહ્યા છે.

મણિપુર ભૂસ્ખલન: વધુ 9 મૃતદેહ મળી આવ્યા, 47 હજૂ પણ ગુમ, અત્યાર સુધીમાં આટલા  લોકોના થયા મોત | manipur landslide 9 more bodies found from debris


મુસાફરોનું આવાગમન કરતી ગાડીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેને લઈને ઇકોલોજીકલ અને બાયોલોજીકલ નુકસાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે ચાર મહિના રોજ જોશીમઢના રસ્તામાં આવતા હેલાંગ નજીક પહાડ પડ્યો હતો પછી ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના સામે આવી રહી છે. જેને લઈને હવે રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે.

ભૂસ્તરના પ્રોફેસર અભિજીત મુખર્જીએ જણાવ્યું કે

આ મામલે ભૂસ્તરશાસ્ત્રી સીપી રાજેન્દ્રને જણાવ્યું હતું કે વધુ લોકો આવે છે. જેનો મતલબ એ છે કે કચરો પણ વધુ એકઠો થશે. પ્લાસ્ટિક કચરો અને ઘોડા તથા ગધેડાના વધતા મળને લઈને તાપમાન વધતા ગ્લેસીયર પીગળવાની ઘટના પણ બની શકે છે. જે પર્યાવરણ માટે નુકસાન થઈ શકે છે અને હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારમાં અનેક દુર્લભ જડીબુટ્ટીઓ છે. જે ખતમ થવાની પણ નોબત આવી શકે તેમ છે. પર્યાવરણ પર શોધ કરતા ભૂસ્તરના પ્રોફેસર અભિજીત મુખર્જીએ જણાવ્યું કે હિમાલય પર સખત ભૂસ્ખલનનું સૌથી મોટું કારણ માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યું છે તે છે! કારણ કે માર્ગો પહોળા કરવાથી નીચેનો ભાગ કમજોર બને છે અને બાદમાં માર્ગ તૂટી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ