બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / School bus full of 30 students caught fire in Valsad, carrying picnic, fortunately all safe

ઘટના / વલસાડમાં 30 વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસમાં લાગી આગ, લઇ જવાયેલા પિકનિક, સદનસીબે તમામ સલામત

Dinesh

Last Updated: 06:13 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Valsad news: ધરમપુરના આવધા ગામમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં અચાનક આગ લાગી, બસમાં સવાર તમામ 30 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા

  • ધરમપુરના આવધા ગામ પાસે બસમાં આગ
  • સેલવાસના સામરવરણીની સ્કૂલ બસમાં આગ
  • અવર લેડી ઓફ હેલ્પ સ્કૂલની હતી બસ


વલસાડના ધરમપુરના આવધા ગામમાં મોટી દુર્ઘટના ઘટતા ટળી છે. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એક ઘાટ પર ચડતી વખતે અચાનક બસમાં આગ લાગી જવા પામી હતી. જે બસમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા.

બસમાં 30 જેટલાં વિદ્યાર્થીઓ હતા સવાર
આગ લાગ્યા બાદ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતાં. વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા બાદ બસ બળીને થઈ ખાખ થઈ ગઈ હતી. અત્રે જણાવીએ કે, સેલવાસના સામરવરણીની સ્કૂલના વિદ્યાર્થીઓને પિકનિક પર જઈ રહ્યાં હતા. અવર લેડી ઓફ હેલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓ વિલ્સન હીલ પિકનિક પર જતા હોવાની વિગતો સામે આવી હતી. ધરમપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી  છે.

વાંચવા જેવું:  'આની માટે તમે મને વ્યક્તિગત...', પારિવારિક વિખવાદ મુદ્દે શું બોલ્યા રિવાબા જાડેજા

બસ બળીને ખાખ થઈ ગઈ
જો કે, આગની ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ બાળકો આ ઘટનાના પગલે ચિંતિત થઈ ગયા હતા. જો કે, ઘટનાના પગલે તાત્કાલિક ધોરણે બાળકોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવતા કોઈ મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી. પરંતુ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સૌથી મોટો સવાલ એ થાય છે કે, આ સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને પિકનીક પર લઈ જતી વખતે કેમ આવી દૂર્ઘટના ઘટે છે, શુ આમા પણ કંઈ ટેકનિકલ ખામી જોયા વિના જ બસ લઈ જવાઈ હતી.  આ વખતે ફરી શું તંત્ર કોઇ દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ