બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / School bus accident on Adalaj-Gandhinagar highway in Ahmedabad

મોટી દુર્ઘટના ટળી / અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત: બસ ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત

Malay

Last Updated: 10:57 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Accident News: અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત, સદનસીબે સ્કૂલ બસમાં બાળકો ન હોવાથી ટળી મોટી દુર્ઘટના.

  • અડાલજ-ગાંધીનગર હાઈવે પર અકસ્માત
  • સ્કૂલ બસને ટ્રકે ઓવકટેક કરતા અકસ્માત
  • બસના ડ્રાઈવર, ક્લિનર થયા ઈજાગ્રસ્ત

અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. જેમાં બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા બસ વૃક્ષ સાથે અથડાઈ 
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ઓગણજ ખાતે આવેલી લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ઉતારીને પરત આવી રહી હતી. આ દરમિયાન અડાલજ-ગાંધીનગર હાઈવે પર ટ્રકે જોખમી રીતે ઓવરટેક કરતા બસ ડિવાઈડરમાં ઘૂસીને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત સમયે સદનસીબે સ્કૂલ બસમાં બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. 

લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ બસને નડ્યો અકસ્માત
આ અકસ્માતની જાણ રાહદારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લિનરને ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  બસના ડ્રાઈવરસાઈડના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે. 

વલસાડ નજીક સર્જાયો અકસ્માત
અત્રે ઉલ્લેખનયી છે કે, આજે વહેલી સવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પણ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વલાસાડ નજીક નેશનલ હાઈવે પર ટામેટા ભરેલા ટેમ્પોના ચાલકે    સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અન્ય એક ટ્રક અને કાર પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. બનાવને કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહન વ્યવહાર યથાવત કરવા પ્રયાસ કર્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ