બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Scary step of Corona! 200 cases of JN.1 variant

ચિંતાજનક / કોરોનાનો ડરામણો પગપેસારો! JN.1 વેરિયન્ટના 200 કેસ સામે આવતા ખળભળાટ, આ 10 રાજ્ય ચપેટમાં

Kishor

Last Updated: 09:37 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ 19ના સતત વધી રહેલા કેસોને લઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવી સ્થિતિ વચ્ચે કોવિડના સબ-વેરિયન્ટ JN.1ના કેસ પણ વધી રહ્યા છે.

  • કોવિડ 19ના સતત વધી રહેલા કેસોને લઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ
  • JN.1 કેસની કુલ સંખ્યા 196 પર પહોંચી ગઈ
  • અત્યાર સુધીમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 ના કુલ 196 કેસ

કોહરમ મચાવ્યા બાદ માંડ શાંત પડેલો કાળમુખો કોરોના વધુ એક વખત ડરામણું રૂપ ધારણ કરી રહ્યું છે. કોવિડ 19ના સતત વધી રહેલા કેસોને લઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવી સ્થિતિ વચ્ચે કોવિડના સબ-વેરિયન્ટ JN.1ના કેસ પણ વધી રહ્યા છે. તેવામાં આજે નવા વર્ષના પ્રારંભે સોમવારે તા.1 જાન્યુઆરીના રોજ, JN.1 કેસની કુલ સંખ્યા 196 પર પહોંચી ગઈ છે. INSACOG ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 ના કુલ 196 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.

ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો: નવા કેસ આવ્યા તો તૂટી ગયો સાત મહિનાનો  રેકોર્ડ, શું JN.1 છે કારણ | coronavirus update in india new variant jn1  covid 19 cases today

ઓડિશામાં પણ આ નવા વેરિયન્ટનો કેસ આવી રહ્યો છે

INSACOG અનુસાર વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દેશના દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાયરસના JN.1 પેટા પ્રકારોના કેસ મળી આવ્યા છે. ઓડિશામાં પણ આ નવા વેરિયન્ટનો કેસ આવી રહ્યો છે. આ સાથે ઓડિશા પણ તે રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. જ્યાં JN.1 કેસ મળી આવ્યા છે. 

કેરળમાં સૌથી વધુ નવા કેસ

ખાસ વાત એ છે કે કેરળમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કેરળમાંથી JN.1 ના 83 કેસ સામે આવ્યા છે. બાદમાં ગોવામાં 51, ગુજરાતમાં 34, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને ઓડિશા અને દિલ્હીમાં એક-એક કેસ સત્તાવાર સામે આવ્યા છે.

5.3 લાખથી વધુ લોકોના મોત
JN.1 પ્રકારના કેંસો સતત વધી રહ્યા છે. ડિસેમ્બરમાં દેશભરમાં નોંધાયેલા કુલ કોવિડ કેસમાંથી, JN.1 પ્રકાર 179 કેસો નોંધાયા છે. જ્યારે નવેમ્બરમાં 17 કેસ નોંધાયા હતા. આજે આરોગ્ય મંત્રાલયના જણાવાયા અનુસાર ભારતમાં કોવિડ -19 ના 636 નવા કેસ નોંધાયા છે. આ જેમાં એક્ટિવ કેંસની સંખ્યા વધીને 4,394 થઈ ગઈ છે. જ્યારે બે કેરળ અને એક તમિલનાડુના સહિત અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. જાન્યુઆરી 2020 માં દેશમાં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, અત્યાર સુધીમાં 4.50 કરોડ (4,50,13,908) કેસ નોંધાયા છે. લગભગ ચાર વર્ષમાં આ વાયરસને કારણે દેશભરમાં 5.3 લાખથી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ