બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / SC on hate speech of news channels and tv anchors

હેટ સ્પીચ / નફરતના ફેલાવતા એન્કરોને ઑફ એર કરી દો, મીડિયા સમાજના હિસ્સા ન કરી શકે: સુપ્રીમ કોર્ટ

Vaidehi

Last Updated: 07:57 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેટ સ્પીચ મામલે જસ્ટિસ જોસેફે પૂછ્યું કે ટી.વી કાર્યક્રમનાં એન્કર જ સમસ્યાનો ભાગ છે તો શું કરી શકાય? NBSAએ પક્ષપાત ન કરવો જોઈએ.

  • હેટ સ્પીચ મામલે સુપ્રિમ કોર્ટની લાલ આંખ
  • 'આપત્તિજનક એન્કરોને ઑફ એર કરી દેવું જોઈએ'-જજ
  • SCએ કહ્યું કે મીડિયા સમાજને વિભાજિત કરવાનું કામ ન કરી શકે

સુપ્રીમ કોર્ટ હેટ સ્પીચ મામલાને લઈને કડક દેખાઈ રહી છે. શુક્રવારે હેટ સ્પીચ મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરતાં કોર્ટે ટી.વી ચેનલોનાં કામ કરવાની રીત પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે બધું જ TRPથી ચાલે છે. ચેનલો એકબીજાની સામે સ્પર્ધા કરી રહી છે. કોર્ટે કહ્યું કે નફરત ફેલાવનારા એન્કરોને ઑફ એર કરવામાં આવશે. મીડિયા સમાજને વિભાજિત કરવાનું કામ ન કરી શકે.

તમે કેટલીવાર એન્કર્સને હટાવ્યાં છે?- જસ્ટિસ જોસેફ
સુનાવણી દરમિયાન જસ્ટિસ જોસેફે કહ્યું કે તેઓ આ બાબતને સનસની બનાવે છે. વિઝ્યુઅલનાં કારણે તમે સમાજમાં વિભાજન પેદા કરો છો. ન્યૂઝપેપરની તુલનામાં વિઝ્યુઅલ મીડિયમ લોકોને વધુ પ્રભાવિત કરે છે. આપણાં દર્શક, શું તે આવું કોન્ટેન્ટ જોવા માટે સંપૂર્ણરીતે પરિપક્વ છે? જસ્ટિસ જોસેફે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ અને ડિજિટલ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરનારાં વકીલને પૂછ્યું કે ટી.વી કાર્યક્રમનાં એન્કર જ સમસ્યાનો ભાગ છે તો શું કરી શકાય? NBSAએ પક્ષપાત ન કરવો જોઈએ. તમે કેટલીવાર એન્કર્સને હટાવ્યાં છે?

Justice Joseph

'આપત્તિજનક એન્કરોને ઑફ એર કરી દેવું જોઈએ '- જસ્ટિસ જોસેફ
તેમણે આગળ કહ્યું કે ' એક લાઈવ પ્રોગ્રામમાં કાર્યક્રમની નિષ્પક્ષતાની ચાવી એન્કર પાસે હોય છે. જો એન્કર નિષ્પક્ષ છે તો એન્કર કોઈ પક્ષને પ્રોજેક્ટ કરવા ઈચ્છે છે તો તે અન્ય પક્ષને મ્યૂટ કરી દેશે, કોઈ એક પક્ષ પર સવાલો ઊઠાવશે નહીં. આ પક્ષપાતનું એક પ્રતીક છે. મીડિાનાં લોકોએ શીખવું જોઈએ, તેમને જોવું પડશે કે તે મોટી શક્તિની સ્થિતિ પર કબજો કરી રહ્યાં છે અને તે જે કરી રહ્યાં છે તેની અસર સમગ્ર દેશ પર પડી રહી છે.' જસ્ટિસે કહ્યું કે 'આપત્તિજનક એન્કરોને ઑફ એર કરી દેવું જોઈએ અને તે ચેનલો પર ભારી દંડ ફટકારવો જોઈએ જે પ્રોગ્રામ કોડનું ઉલ્લંઘન કરે છે. જ્યાં પણ શક્ય હોય ત્યાં તેમને આર્થિકરૂપે નુક્સાન પહોંચાડવું.'

એર ઈન્ડિયા મામલે ટી.વી ચેનલોને ફટકારી કોર્ટે
જસ્ટિસ જોસેફે એયર ઈન્ડિયાનાં વિમાનમાં પેશાબ કરનારા આરોપી શંકર મિશ્રાની સામે ટી.વી ચેનલો દ્વારા કરવામાં આવેલા શબ્દોનાં ઉપયોગની પણ આલોચના કરી. તેમણે કહ્યું કે 'કોઈનું અપમાન ન કરવું જોઈએ. સૌને સન્માનનો અધિકાર છે. ' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ