બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Say Karnavati or Ashaval! I am Ahmedabad..., today my history is my identity

હેપ્પી બર્થ ડે અ'વાદ / કર્ણાવતી કહો કે આશાવલ! હું છું અમદાવાદ..., આજે મારો ઇતિહાસ જ મારી ઓળખ છે

Vishal Khamar

Last Updated: 08:58 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ પૂર્ણ થયાં છે. તા. ૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧એ અમદાવાદની સ્થાપના અહમદશાહ બાદશાહે કરી હતી.

અમદાવાદ ગુજરાતનું ગૌરવ છે અને અમદાવાદીઓ આ કહે છે કર્ણાવતી કહો કે આશાવલ પણ અમારૂ અમદાવાદ અમને જાનથી વહાલુ છે. 

અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ પૂર્ણ થયાં છે. તા. ૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧એ અમદાવાદની સ્થાપના અહમદશાહ બાદશાહે કરી હતી, જોકે અહમદાબાદથી અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાતા આ શહેરનાં બે-ત્રણ અન્ય જૂનાં-પુરાણાં નામ પણ છે, જેમ કે રાજનગર, આશાવલ અને કર્ણાવતી નામ એક અથવા બીજા સમયે પ્રચલિત રહ્યાં છે, 

સરખેજ રોજા

રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ
બીજી તરફ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના અહમદાબાદ નામના કારણે મળ્યો હોવાની બાબત પણ તે સમયે ચર્ચાસ્પદ બની હતી, જોકે શહેરને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૭માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના પ્રાચીન સ્થાપત્યના આધારે અપાયો હતો. ઉપરાંત તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને યુનેસ્કોમાં મોકલાવાયેલા ડોઝિયરમાં આ શહેર આશા ભીલના કારણે આશાવલ, રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ તરીકે ઓળખાતું રહ્યું છે, જેમાં શહેરના જૈન સમાજના લોકો દ્વારા 'રાજનગર' તરીકેની ઓળખાણનો પણ ઉલ્લેખ કરાયો છે એટલે મ્યુનિ. હેરિટેજ વિભાગ અમદાવાદનું નામ બદલવાથી તેનો હેરિટેજ સિટીનો ખિતાબ છીનવાઈ જશે તેમ માનતો નથી. યુનેસ્કોમાં શહેરના નામને લગતી કોઈ ચોક્કસ શરત નથી. તુર્કીના ઈસ્તંબૂલ જેવા પ્રાચીન શહેરનાં નામકરણ ઉદાહરણરૂપે છે.

 

રાણીનો હજીરો

અહમદ શાહે બદલ્યું નામ
અમદાવાદનું નામ પહેલા કર્ણાવતી નામથી ઓળખાતું હતું અને 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહમદ શાહે તેનું નામ બદલી નાખ્યું. જ્યારે તેમણે રાજા કર્ણદેવ પ્રથમ પાસેથી જીતી લીધું હતું. અહીં કેટલીય મસ્જિકો તે સમયની વાસ્તુકલાને દર્શાવે છે. જ્યારે મહાગુજરાત આંદોલન બાદ બોમ્બે સ્ટેટથી અલગ થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત બન્યા તો, 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની બની. ત્યાર બાદ નવા શહેરની ડિઝાઈન કરીને વસાવ્યા અને તેનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. આજે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. આજે પણ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે. અમદાવાદને ગુજરાતનું આર્થિક કેન્દ્ર માનવામાં આવે છે.

વધુ વાંચોઃ અમદાવાદમાં હરવા-ફરવાની 10 જગ્યાઓ જેમાંથી 3 જગ્યાઓ સૌથી ખાસ, બાળકોને જલસો પડી જશે

શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે
છેલ્લાં વીસથી વધુ વર્ષથી ભાજપના શાસનકાળમાં કર્ણાવતીનો મામલો ચર્ચાતો રહ્યો છે. ઠરાવ પણ સરકારી ફાઇલમાં ધૂળ ખાતો પડ્યો છે, જોકે હવે 'મિમ'ના કારણે અમદાવાદના નામકરણનો વર્ષોજૂનો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. ઉલ્લેખનીય છે કે લઘુમતી સમાજના કેટલાક લોકો અહમદશાહ બાદશાહની યાદમાં આજે પણ શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ