બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / sawan 2023 upay to get rid from money problems or debt lord shiva puja

શ્રાવણ 2023 / આર્થિક સંકટથી છો પરેશાન? તો પવિત્ર શ્રાવણ માસમાં અપનાવો આ ઉપાયો, દૂર થઇ જશે તમામ સમસ્યા, જુઓ કેવી રીતે

Bijal Vyas

Last Updated: 03:21 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. દરિદ્રતાનો યોગ પણ વિશેષ પ્રયોગો દ્વારા નષ્ટ કરી શકાય છે.

  • શ્રાવણ મહિનાના દેવોના દેવ મહાદેવને સમર્પિત છે
  • સાંજે મંદિરમાં જઈને ભગવાન શિવને જળ અર્પણ કરો
  • આર્થિક સંકટથી બચવા માટે કરો આ ઉપાય

Sawan 2023: શ્રાવણ મહિનાના દેવોના દેવ મહાદેવ એટલે ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. દરિદ્રતાનો યોગ પણ વિશેષ પ્રયોગો દ્વારા નષ્ટ કરી શકાય છે. એવા ઘણા લોકો છે જેઓ આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. જો તે લોકો શ્રાવણ મહિનામાં કેટલાક ઉપાય કરે તો આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ તે ઉપાયો વિશે....

કેવી રીતે થશે આર્થિક સ્થિતિ મજબૂત?
શ્રાવણ મહિનાની સાંજે મંદિરમાં જઈને ભગવાન શિવને જળ અર્પણ કરો. આ પછી ત્યાં બેસીને ઓછામાં ઓછા 108 વાર શિવના પંચાક્ષર મંત્રનો જાપ કરો. મંત્ર છે- नमः शिवाय. ત્યારબાદ મા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. મંત્ર છે- ‘ॐ श्रीं ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नम:’. સાંજે પહેલા ભગવાન શિવની આરતી કરો અને પછી મનલક્ષ્મીની આરતી કરો. ત્યારબાદ મહાદેવ અને મા લક્ષ્મીને ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો.

શ્રાવણ માસમાં શિવજીને બિલિપત્ર ચઢાવવું મનાય છે વધારે શુભ, સંકટ આવતા પહેલાં  જ થઈ જશે દૂર! Sawan 2023: Know Importance Of Belptra In Shiv Pujan

આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ દૂર થશે
શ્રાવણ મહિનાની સાંજે શિવજીને જળ અને બિલીપત્ર અર્પણ કરો. શિવજીને સફેદ મીઠાઈ ચઢાવો અને મા લક્ષ્મીને ખીર ચઢાવો. પહેલા શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરો. ત્યારબાદ મા લક્ષ્મીના વિશેષ મંત્રનો જાપ કરો. મંત્ર છે- ‘महालक्ष्म्यै च विद्महे विष्णुपत्न्यै चधीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्’. ત્યારબાદ ભોગનો પ્રસાદ વહેંચો. શ્રાવણના શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ના બિલીના છોડ લગાવવાથી પણ ફાયદો થશે.

આર્થિક સંકટથી બચવા માટે કરો આ ઉપાય
શ્રાવણમાં શિવલિંગ પર જળ અર્પણ કર્યા બાદ શિવલિંગ પર સફેદ ચંદનનુ તિલક લગાવો. ત્યારબાદ મહાદેવને આંકડાનું ફૂલ અને મા લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવો. આ પછી "दारिद्रय दहन स्तोत्र" નો પાઠ કરો. આ પછી મા લક્ષ્મી ‘ऊं महालक्ष्मै नम:’ મંત્રનો 108 વાર જાપ કરો. દરરોજ રાત્રે ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી પણ સ્તોત્રનો પાઠ કરો અને આંગળીમાં તાંબાની વીંટી પહેરો.

આ 5 સંકેત મળે તો સમજી જજો કે તમારે ઘરે માં લક્ષ્મી સદાય બિરાજમાન થશે,  ચકલીનો પહેલો ઈશારો 5 signs show that mata laxmi is coming to your home soon  start preparing

દેવાની સમસ્યાથી છુટકારો
શ્રાવણમાં દરરોજ શિવલિંગ પર લાલ ફૂલ ચઢાવો. આ પછી ‘नमः शिवाय’ કહેતા શિવલિંગને જળ ચઢાવો. ત્યારબાદ મા લક્ષ્મીને લાલ ગુલાબનું ફૂલ ચઢાવો અને મીઠાઈનો ભોગ લગાવો. આ પછી, શિવલિંગની પરિક્રમા કરો અને દેવા મુક્તિ માટે બંને દેવતાઓને પ્રાર્થના કરો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ