બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / sawan 2023 lord shiva 12 jyotirlinga stotram benefits in gujrati

માન્યતા / અદભુત...! માત્ર આ એક મંત્રના જાપથી દૂર થશે 7 જન્મોના પાપ, મળશે 12 જ્યોતિર્લિંગના દર્શનનું ફળ

Manisha Jogi

Last Updated: 08:28 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે કોઈ કારણવશ આરાધ્ય સાથે જોડાયેલ તીર્થસ્થળ પર પહોંચી ના શકો તો મંત્ર જાપ દ્વારા દર્શન તથા પૂજનનું ફળ પ્રાપ્ત કરી શકો છે.

  • ઈશ્વરની સાધના માટે મંત્ર જાપને ઉત્તમ ઉપાય કહેવામાં આવ્યો છે
  • મંત્ર જાપ કરવાથી ભગવાનની અપરંપાર કૃપા રહે છે
  • દર્શન તથા પૂજનનું ફળ પ્રાપ્ત કરી શકો છો

સનાતન પરંપરામાં ઈશ્વરની સાધના માટે મંત્ર જાપને ઉત્તમ ઉપાય કહેવામાં આવ્યો છે. હિંદુ માન્યતા અનુસાર કોઈ વ્યક્તિ વિધિપૂર્વક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્ર જાપ કરે તો તેના પર ભગવાનની અપરંપાર કૃપા રહે છે. માનવામાં આવે છે કે. તમે કોઈ કારણવશ આરાધ્ય સાથે જોડાયેલ તીર્થસ્થળ પર પહોંચી ના શકો તો મંત્ર જાપ દ્વારા દર્શન તથા પૂજનનું ફળ પ્રાપ્ત કરી શકો છો. શ્રાવણ માસમાં ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગના દર્શન ના કરી શકો તો તે જ્યોતિર્લિંગના મંત્રનો જાપ કરીને આશીર્વાદ મેળવી શકો છો. 

જ્યોતિર્લિંગ
હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવ સાથે જોડાયેલ 12 જ્યોતિર્લિંગ પાવન સ્થળ છે, જ્યાં દેવોના દેવ મહાદેવ જ્યોતિના રૂપે બિરાજમાન છે. માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરી લે તો તમામ સુખ પ્રાપ્ત થાય છે અને જીવનના અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે.

12 જ્યોતિર્લિંગની પૂજાનો મંત્ર
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालं ओंकारंममलेश्वरम्॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥

જ્યોતિર્લિંગના મંત્ર જાપથી તમામ પાપ દૂર થાય છે
હિંદુ ધર્મમાં દેવોના દેવ મહાદેવના જ્યોતિર્લિંગનું અનેરૂ મહત્ત્વ રહેલું છે. સનાતન પરંપરા અનુસાર 12 જ્યોતિર્લિંગ ભગવાન શિવના સૌથી મોટા ધામ છે, જ્યાં ભગવાન શિવ પ્રગટ થયા હતા. આ કારણોસર તેમને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. સનાતન પરંપરા અનુસાર સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ, શ્રીશૈલમાં આવેલ મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં આવેલ મહાકાલ, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમશંકર, રામેશ્વર, નાગેશ્વર, ઘૃષ્ણેશ્વર, ત્ર્યંબકેશ્વર, કાશી વિશ્વનાથ અને કેદારનાથ માટે આ મંત્રનો જાપ કરી શકાય છે. જેથી જીવનમાં કોઈ પ્રકારનું દુ:ખ રહેતુ નથી અને સાત જન્મના પાપ ધોવાઈ જાય છે. 

નોંધ- હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇ (આજ) થી શરૂ થશે, ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ