બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sawan 2023 different type of shivling puja

Sawan 2023 / સોના-ચાંદીથી લઇ પારદ- માટી ક્યા શિવલિંગની પૂજા કરવાથી મળે છે વિશેષ ફળ?

Bijal Vyas

Last Updated: 06:34 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે. શ્રાવણ મહિનામાં કયા શિવલિંગની પૂજા કરવી, આવો જાણીએ

  • ભગવાન શિવની પૂજા તેમના પ્રિય મહિનો ફળદાયી માનવામાં આવે છે 
  • આર્થિક સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર, કરો આ શિલલિંગની પૂજા 
  • ચાંદીના શિવલિંગની પૂજા કરવાથી તમામ માનસિક પીડાઓ દૂર થાય છે

Sawan 2023: હિંદુ ધર્મમાં ભગવાન શિવને વરદાન માનવામાં આવે છે, જે પ્રસન્ન થઈને જલ્દી જ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. મહાદેવના આ સરળ સ્વભાવને કારણે તેમના ભક્તો તેમને ભોળાનાથ કહે છે. ભગવાન શિવની પૂજા તેમના પ્રિય મહિનામાં એટલે કે શ્રાવણ માસમાં કરવામાં આવે તો તે વધુ ઝડપથી ફળદાયી બને છે. હિન્દુ માન્યતા અનુસાર, શ્રાવણમાં અલગ-અલગ શિવલિંગની પૂજા કરવાથી અલગ-અલગ ફળ મળે છે. આવો. જાણીએ કે તમારી ઈચ્છા અને સુખ પ્રાપ્તિ અનુસાર કયા શિવલિંગની પૂજા કરવી જોઈએ.

ફૂલોનું શિવલિંગઃ
ફૂલોથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી સાધકને જમીન-મકાન અને પૈતૃક સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે.

હળદર સહિત આ 4 વસ્તુઓને શિવલિંગ પર ચડાવવાની ન કરતા ભૂલ, જાણી લો શિવ પૂજાના  નિયમો | Shiv Puja Niyam dont Offer these 4 things including turmeric on  Shivling know the rules

રુદ્રાક્ષ શિવલિંગઃ 
હિંદુ માન્યતા અનુસાર જો શ્રાવણ મહિનામાં શિવની સૌથી પ્રિય વસ્તુ એટલે કે રૂદ્રાક્ષથી બનેલા શિવલિંગની પૂજા કરવામાં આવે તો સાધકને તમામ પ્રકારના પાપો, ભય અને દોષોથી મુક્તિ મળે છે અને શિવના આશીર્વાદ તેમના પર સતત વરસતા રહે છે.

પાર્થિવ શિવલિંગઃ 
હિંદુ માન્યતા અનુસાર માટીથી બનેલું પાર્થિવ શિવલિંગ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી શિવના ઉપાસકને કરોડો યજ્ઞો બરાબર પણ્યફળ પ્રાપ્ત થાય છે.

પારદ શિવલિંગઃ 
તમામ પ્રકારના શિવલિંગમાં પારદ શિવલિંગની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. માનવામાં આવે છે કે પારદ શિવલિંગની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવાથી ભક્તને ખૂબ જ જલ્દી તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે.

સ્ફટિક શિવલિંગઃ 
તમામ પ્રકારની ધાતુઓથી બનેલા શિવલિંગમાં સ્ફટિકનું શિવલિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ સાધક સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરે છે તો તેની આર્થિક સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે.

કપૂર શિવલિંગઃ 
માનવામાં આવે છે કે જો કોઈ સાધક કપૂરથી બનેલા શિવલિંગની પૂજા કરે છે તો તેને શિવભક્તિના આશીર્વાદ મળે છે અને દેવોના દેવ મહાદેવ હંમેશા તેના પર કૃપાળુ રહે છે.

Topic | VTV Gujarati

સુવર્ણ શિવલિંગઃ 
શિવ સાધના માટે ભલે સોનાનું શિવલિંગ મેળવવું મુશ્કેલ છે, પરંતુ આવા શિવલિંગની પૂજા સાધકના જીવનમાં ધન-ધાન્યની વૃદ્ધિ કરનાર પણ માનવામાં આવે છે.

ચાંદીનું શિવલિંગઃ 
ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી સાધક પર શિવની વર્ષા સાથે ચંદ્રદેવના આશીર્વાદ મળે છે. આવા શિવલિંગની પૂજા કરવાથી તેની તમામ માનસિક પીડાઓ દૂર થાય છે.

મિશ્રીથી બનેલું શિવલિંગઃ 
હિંદુ માન્યતા અનુસાર મિશ્રીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી સાધકને સ્વાસ્થ્ય લાભ થાય છે અને તેના પરિવારમાં પ્રેમ અને સંવાદના રહે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ