બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Savli MLA reached the police station to release the detained bikes of the youth

પરચો / મારુ નામ આપો એટલે કોઈ લાયસન્સની જરૂર નથી.. કહેનાર ધારાસભ્યએ 50 બાઇક છોડાવવા પોલીસ ચોકી જવું પડ્યું

Malay

Last Updated: 04:10 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે યુવા સંમેલન દરમિયાન આપેલા નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમણે આ વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે જણાવ્યું કે, "મેં કાયદો તોડવાની કે ન માનવાની વાત વીડિયોમાં કરી નથી.''

  • સાવલીના MLA કેતન ઈનામદારની વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા
  • કાયદાનું પાલન તો દરેકે કરવું જ જોઈએઃ ઈનામદાર
  • વીડિયોની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યુંઃ MLA

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓની સભાઓ અને વચનોના દોર શરૂ થઈ ગયા છે. ધારાસભ્યો અને નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. સાથે જ નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાની સાવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર યુવા સંમેલનમાં આપેલા એક નિવેદનને લઈ ફરી વિવાદમાં આવ્યા છે. તેમનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. જેનો વીડિયો વાયરલ થતાં તેમણે આ વીડિયો અંગે સ્પષ્ટતા કરવી પડી છે. 

પોલીસ પકડે તો ચિંતા ન કરતા, કહેજો કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું
વાત જાણે એવી છે કે, યુવા સંમેલન દરમિયાન સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, 'પોલીસ સ્ટેશનની અંદર સાવલી પોલીસ સ્ટેશન નહીં, ડેસર પોલીસ સ્ટેશન નહીં, વડોદરા ગ્રામ્યનું કોઈ પોલીસ સ્ટેશન જ નહી પણ ગુજરાતની અંદર અમદાવાદ હોય, મેમદાબાદ હોય, રાજકોટ હોય, ભરૂચ હોય, પંચમહાલ હોય, ઉમરેઠ હોય, આણંદ જિલ્લો હોય કે ખેડા જિલ્લો હોય મારો કોઈ યુવાન અહીં બાઈક લઈને ફસાયો હોય અને જો તે પોલીસને એમ કહીં દે કે હું સાવલીથી કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું તો તેને કોઈ લાયસન્સની જરૂર નહીં પડે.' કેતન ઈનામદારોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કાયદો તોડવા માટે ઉશ્કેરી રહ્યા હોવાની ચર્ચા જાગી
સાથે જ કેતન ઈનામદારે ગતરોજ સાવલી પોલીસ સ્ટેશન જઈને યુવાનોના ડીટેઈન કરવામાં આવેલા 50 જેટલા વાહનો પણ છોડાવ્યા હતા. જે બાદ ચર્ચા જાગી છે કે ધારાસભ્ય આવું કહીને યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. ધારાસભ્ય લોકોને ટ્રાફિક નિયમો તોડવા પ્રોત્સાહન આપી રહ્યા છે. લોકોને સમજાવવાને બદલે કાયદો તોડવાનું કહી રહ્યા છે. આ વાયરલ વીડિયો મામલે હવે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સ્પષ્ટતા કરી છે. 

વીડિયોની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યુંઃ ઈનામદાર
તેમણે જણાવ્યું કે, 'યુવા સંમેલનનો જે વીડિયો વાયરલ થયો છે, એ વીડિયોમાં મેં એવું કહ્યું હતું કે ગુજરાતના કોઈપણ ખૂણામાં કોઈ મારો યુવાન જાય અને કદાચ કોઈ જગ્યા પર ફસાય ત્યારે એ યુવક ખાલી સાવલી કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છે એવું કહી દે. આ યુવાનો માટે એક આઈડી પ્રુફ છે. મેં ખાલી આઈડી આપ્યું છે. આ વાયરલ વીડિયોમાં કાયદો હાથમાં લેવાની વાત કે કાયદાની અવગણના કરવાની વાત મેં કરી નથી. કાયદો ભારત દેશના તમામ નાગરિક માટે સમાન છે. કાયદાથી ઉપર કંઈ હોય ન શકે. વીડિયોની વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ