બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / saurastra zone bjp meeting began

રાજકોટ / 'ભાજપ ચૂંટણી લડવા માટે તૈયાર', સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સાંસદનું સૂચક નિવેદન

Khyati

Last Updated: 03:48 PM, 21 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ સક્રિય થયું, રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક મળી

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ સક્રિય
  • રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક મળી
  • ભાજપ ચૂંટણી લડવા તૈયાર છેઃ વિનોદ ચાવડા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.એક તરફ કોળી અને રાજપૂત સમાજ અનામત અને વિધાનસભા સીટની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ દ્વારા બેઠકનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.   ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક મળી હતી.
 
રાજકોટ કાર્યાલય ખાતે લાપસીના એંધાણ 

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે લાપસીના એંધાણી મુકાઇ ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. ભાજપના શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ઝોનના 15 મહાનગર જિલ્લાની મહત્વની બેઠક છે. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડા બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકને લઇને સાંસદ વિનોદ ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે  ભાજપ ચૂંટણી લડવા તૈયાર છે. ભાજપે સંગઠન સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રોડમેપ નક્કી કરાશે.  આવનાર સમયમાં જે સંગઠનના કાર્યક્રમો ચાલવાના છે તેમાં પણ ખાસ કરીને પેજ કમિટીની વાત હોય કે પછી ટિફિન બેઠક.  સંતોની પણ આવનાર સમયમાં કાશી અને અયોધ્યાએ લઇ જવાની વાત હોય એમ સંગઠને નક્કી કરેલા કાર્યક્રમોની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.

 

ભાજપની વેલકમ નીતિનો સંકેત 

મહત્વનું છે કે ભાજપે તો  પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામ બાદ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતાઓને વેલકમ કરવાનું મિશન શરુ હોવાના અહેવાલો પ્રસારિત થયા હતા. કોંગ્રેસના અગ્રણીઓ અને ધારાસભ્યના નામ પર બેચમાર્ક પણ રેડી હોવાનું સામે આવ્યું હતું.  ગીર-સોમનાથ, જામનગર, રાજકોટના કોંગ્રેસના ધારાસભ્ય રડારમાં હોવાનું સામે આવ્યુ હતું.  સુરેન્દ્રનગર, દ્વારકાના કોંગ્રેસના ધારાસભ્યો પણ ભાજપની નજરમાં હોવાનું સામે આવ્યુ હતું . જે બાદ ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપ નજર રાખીને બેઠું છે એવુ રાજસ્થાનના કોંગ્રેસી ધારાસભ્ય સંયમ લોઢાએ ટ્વીટ કરતા રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક મળતા સૌરાષ્ટ્રમાં ભાજપ વેલકમ નીતિનું મોટું ઓપરેશન હાથ ધરે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ