બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Saukat Sheikh statement regarding the boat capsize in Harani Lake in Vadodara

વડોદરા ટ્રેજેડી / 'અમે ના પાડી હતી પણ જબરદસ્તી અમને બેસાડી દીધા', બોટમાં સાથે બેઠેલી બે બહેનોમાંથી એકનું મોત, બીજીએ જણાવ્યું કેવી રીતે બચી

Vishal Khamar

Last Updated: 08:50 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં હરણી લેકમાં બોટ પલટી જવાના કેસ મુદ્દે 13 વર્ષની સુફિયા સૌકત શેખનું નિવેદન સામે આવ્યું છે. આ બાબતે બાળકીએ જણાવ્યું હતું કે, પહેલા અમને વોટર પાર્કમાં લઈ ગયા હતા. બે રાઉન્ડ સારી રીતે બોટિંગ થયું હતું. જે બાદ બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડતા બોટે પલટી મારી હતી.

  • વડોદરામાં હરણી લેકમાં બોટ પલટી જવાનો કેસ
  • હરણી લેક મુદ્દે 13 વર્ષની સુફિયા સૌકત શેખનું નિવેદન
  • "પહેલા અમને વૉટર પાર્કમાં લઇ ગયા, પછી બોટિંગ કરવા લઇ ગયા''

 વડોદરામાં હરણી લેકમાં બોટ દુર્ઘટના મામલે 13 વર્ષની સુફિયા સૌકત શેખનુ નિવેદન સામે આવ્યું છે. પહેલા અમને વોટર પાર્કમાં લઈ ગયા. ત્યાર પછી બોટિંગ કરવા લઈ ગયા હતા. બે રાઉન્ડ સારી રીતે બોટિંગ થયું હતું. જે બાદ ત્રીજા રાઉન્ડમાં 31 લોકોને બોટમાં જબરજસ્તીથી બેસાડ્યા હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ બેસાડતા બોટે પલટી મારી હતી. થોડાક લોકો પાસે જ લાઈફ જેકેટ હતા. મારી બહેને પણ લાઈફ જેકેટ પહેર્યું હતું પણ તરતાં ન આવડતા મૃત્યું પામી હતી. હું પાણીમાં શરૂઆતમાં હોશમાં હતી. બાદમાં બેભાન થઈ ગઈ હતી. જે બાદ મને મારી મિત્રએ મને બચાવી હતી. મારી બહેનને પાણીમાંથી નીકાળીને બહાર ફેંકી દીધી, કોઈએ મદદ ન કરી. 

'ઘરનો સભ્ય ગુમાવ્યા તે મોટું દુ:ખ છે'
આ ગોઝારી ઘટનામાં 17ના મોત થયા છે, જેમાં મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના સ્વજન સાથે VTV NEWSએ વાતચીત કરી હતી. તેમના પરિવારજનોએ આસું ભીની આંખે કહ્યું કે, ઘરનો સભ્ય ગુમાવ્યા તે મોટું દુ:ખ છે, જવાબદાર સામે પગલાં લેવા જોઇએ. તેમણે કહ્યું કે, આજે અમારા મોટી દુખની ઘડી છે વધુ કહી શકીએ તેમ નથી. આપને જણાવીએ કે, 25 વર્ષથી ફાલ્ગુની બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.  મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના ઘરે 2 બાળકો, પતિ અને સાસુ સસરા છે.મૃતકના એક પરિજને કહ્યું કે, તંત્રની બેદરકારી કહી શકાય આજે બાળકો મા વિનાના થઇ ગયા

કાઉન્સિલર જાગૃત્તિબેનનું નિવેદન
કાઉન્સિલર જાગૃત્તિબેનએ જણાવ્યું છે કે, અમારી ગઈકાલે કોર્પોરેશનની બેઠક હતી પરંતુ દૂર્ઘટનાના પગલે તે બેઠક મૂલતવી રાખી હતી, તમામ હોદ્દેદારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ હોસ્પિટલ મારા વિસ્તારમાં આવે છે ત્યારે અહીં પોસ્ટમાર્ટમને લઈ મને જવાબદારી સોંપાઈ છે. મૃતકોના પરિવારજનો પર દુખ આવ્યો છે, જેમને સહન કરવાની ભગવાન શક્તિ આપે પરંતુ તેમને હવે કંઈ તકલીફ ન પડે તેને લઈ કામગીરી કરાઈ રહી છે. તેમણે કહ્યું કે, ગઈકાલ જ ગૃહમંત્રી તપાસના આદેશ આપી દીધા છે. આ મુદ્દે રાજ્ય સરકાર ગંભીર ચિતિત પણ છે. તેમણે કહ્યું બોટમાં કેટલા લોકોને બેસાડવા તે તમામ એડવાઈઝરી આ લોકોને જણાવેલી છે, પરંતુ ક્યાં કારણોસર આ બોટ ઓવરલોડ કરી તે ખબર નથી.

વધુ વાંચોઃ 'હું સીધો રિક્ષા મૂકી દોડ્યો..', હરણી બોટકાંડમાં 4 બાળકોને તળાવમાંથી ખેંચી લાવનાર પિતા-પુત્રએ જણાવ્યું 10 મિનિટમાં શું થઈ ગયું

પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
આ સમગ્ર મામલે ન્યુ સનરાઈઝ સ્કુલ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સ્કૂલની નીચે રહેતા પ્રિન્સિપાલના મકાન બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અત્રે જણાવી કે, આ સ્કૂલમાં kG થી લઈને 12 કોમર્સ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ