બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / The father and son who dragged 4 children into the lake in the Harani boat incident said

વડોદરા / 'હું સીધો રિક્ષા મૂકી દોડ્યો..', હરણી બોટકાંડમાં 4 બાળકોને તળાવમાંથી ખેંચી લાવનાર પિતા-પુત્રએ જણાવ્યું 10 મિનિટમાં શું થઈ ગયું

Vishal Khamar

Last Updated: 07:10 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં બોટ દુર્ઘટનામાં બાળકોને બચાવનાર રિક્ષા ચાલક બોટ પલટવાની ખબર પડતા પિતા-પુત્ર મદદ પહોંચ્યા હતા. રવિન્દ્ર રાઠવાએ તાત્કાલિક મદદ કરી બાળકને બહાર કાઢ્યા હતા.

  • વડોદરામાં બોટ દુર્ઘટનામાં બાળકોને બચાવનાર રિક્ષા ચાલક
  • રવિન્દ્ર રાઠવાએ તાત્કાલિક મદદ કરી બાળકને કાઢ્યા બહાર
  • બોટ પલટવાની ખબર પડતા પિતા-પુત્ર પહોંચ્યા હતા મદદે

 વડોદરામાં બોટ દુર્ઘટનામાં બાળકોને બચાવનાર રિક્ષા ચાલક રવિન્દ્ર રાઠવાએ તાત્કાલિક મદદ કરી બાળકોને બહાર કાઢ્યા હતા. બોટ પલટવાની ખબર પડતા પિતા-પુત્ર મદદે પહોંચ્યા હતા. ત્યારે તાત્કાલિક રિક્ષા છોડી ચાલકે બાળકોને બચાવ્યા હતા.

રવિન્દ્ર રાઠોડ

અમે પિતા પુત્રએ કુલ 4 બાળકોને બહાર કાઢ્યા
આ બાબતે રવિન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે, હું અહીંયા હરણી ગામમાં જ રહું છું. તેમજ સ્કૂલ વાન ચલાવું છું. ત્યારે હું છોકરાઓને મુકવા જતો હતો. તે દરમ્યાન મે જોયું તો હરણી તળાવમાં બોટ પલ્ટી મારી ગઈ હતી. ત્યારે મારી વાન મુકીને હું પરત આવી રહ્યો હતો. તે દરમ્યાન મે જોયું કે એક બાળકને ડૂબેલી હાલતમાં બહાર કાઢી રહ્યા હતા.  જે બાદ હું દોડતો ત્યાં પહોંચ્યો તેમજ મે પણ બે બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ મેં મારા પપ્પાને જાણ કરી હતી. જે બાદ મારા પપ્પાએ અંદર તળાવમાં પડી બે છોકરા બહાર કાઢ્યા હતા.  અમે પિતા પુત્રએ ચાર બાળકોને બહાર કાઢ્યા હતા. 

વધુ વાંચોઃ 'ચાપલુસી કરવામાં આવશે તો નહીં ચલાવાય, કોન્ટ્રકટ વખતે પણ મેં..', હરણી ટ્રેજેડીમાં ધારાસભ્યએ ઠાલવી હૈયાવરાળ

જવાબદારોએ ધ્યાન નથી આપ્યું એટલે ઘટના બની : યોગેશ પટેલ
ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે જ્યારે કોન્ટ્રકટ આપવામાં આવ્યો ત્યારે પણ મેં વિરોધ કર્યો હતો. પણ ત્યારે કોઈએ અમારૂ સાંભળ્યું ન હતું અને આ બોટમાં તંત્રએ ક્ષમતા કરતા વધારે ન જ બેસાડવા જોઈએ. કારણ કે આવા કિસ્સામાં જવાબદારો મોટાભાગે છટકી જાય છે. પણ જો આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે.જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. અમે પણ આ ઘટના પર કડકાઈથી નજર રાખી રહ્યાં છીએ. આ ઘટનામાં જવાબદારોએ ધ્યાન નથી આપ્યું એટલે જે આજે અનેક માતા-પિતાને પોતાના વ્હાલસોયા ગુમાવવાનો વારો આવ્યો છે. જેથી એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ