બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Satyendra Jain's wife got bail in money laundering case

રાહત / મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના પત્નીને મળ્યા જામીન, મંત્રીની જામીન અરજી પર 27 ઓગસ્ટે સુનાવણી

Priyakant

Last Updated: 04:56 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રીની પત્ની પૂનમ જૈનને જામીન આપ્યા છે. અગાઉ પૂનમ જૈનને પણ વચગાળાના જામીન મળ્યા હતા

  • મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા સત્યેન્દ્ર જૈનને લઈ મોટા સમાચાર 
  • કોર્ટે  સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની પત્ની પૂનમ જૈનને જામીન આપ્યા
  • સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર 27 ઓગસ્ટે સુનાવણી થશે

મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રીની પત્ની પૂનમ જૈનને જામીન આપ્યા છે. અગાઉ પૂનમ જૈનને પણ વચગાળાના જામીન મળ્યા હતા. 20 ઓગસ્ટે કોર્ટે પૂનમ જૈનની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો અને પૂનમ જૈનની વચગાળાની જામીન અરજીને આગામી શનિવાર સુધી લંબાવી હતી. અગાઉ 6 ઓગસ્ટના રોજ કોર્ટે આ કેસમાં પૂનમ જૈનને વચગાળાના જામીન આપ્યા હતા.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા છે. તેવામાં આજે તેમની પત્ની પૂનમ જૈનને કોર્ટે એક લાખ રૂપિયાના જામીન પર જામીન આપ્યા છે. આ સાથે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર 27 ઓગસ્ટે સુનાવણી થશે. મંગળવારે આ કેસમાં સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી હતી. આ તરફ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આરોપી અજીત અને સુનીલને નિયમિત જામીન પણ મંજૂર કર્યા છે. બીજી તરફ, આરોપી વૈભવ અને અંકુશ જૈનની જામીન અરજી પર પણ 27 ઓગસ્ટે સુનાવણી થશે.

શું છે સમગ્ર મામલો ? 

આ કેસમાં 6 જૂને દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે EDએ કુલ 2.35 કરોડ રૂપિયા અને લગભગ 133 સોનાના સિક્કા જપ્ત કર્યા હતા. આ સાથે પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી હતી. કોર્ટે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં જણાવાયું છે કે, કસ્ટડીમાં જૈન હજુ પણ કેબિનેટ મંત્રીના લાભો અને વિશેષાધિકારોનો આનંદ માણી રહ્યા છે. જ્યારે તેની પર મની લોન્ડરિંગ કેસમાં ગંભીર આરોપ છે, જેના માટે સખત સજા થઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ