બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Satyam Surana who saved the dignity of Indian flag during the Khalistan protest in London

વિદેશમાં દેશપ્રેમ / VIDEO: 500 ખાલિસ્તાનીઓની ભીડ વચ્ચેથી તિરંગો ઉપાડ્યો અને છાતીએ લગાવ્યો... કોણ છે આ યુવક સત્યમ, જેની દેશ-વિદેશમાં ચર્ચા

Vaidehi

Last Updated: 07:30 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 ઑક્ટોબરનાં ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસની સામે ત્રિરંગાનું અપમાન કર્યું હતું. ત્યારે ભારતનાં એક શેર યુવકે ત્રિરંગાની લાજ બચાવી હતી.

  • લંડનમાં ભારતીય ધ્વજનું થયું હતું અપમાન
  • ગૌમૂત્ર છાટેલા ત્રિરંગાની આ યુવકે બચાવી લાજ
  • હિંસક ખાલિસ્તાનીઓનાં ડર વગર નીચે પડેલા ત્રિરંગાને ઊપાડી લીધો

બ્રિટનમાં 2 ઑક્ટોબરનાં મહાત્મા ગાંધીની જયંતિનાં દિવસે ખાલિસ્તાની સમર્થકોએ લંડન સ્થિત ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમણે ત્રિરંગાનું અપમાન કર્યું અને તેમા આગ લગાડી દીધી હતી. આ પહેલા પ્રતિબંધિત ચરમપંથી સંગઠન દળ ખાલસાનાં નેતા ગુરુચરણ સિંહે ભારતનાં રાષ્ટ્રધ્વજની ઉપર ગાયનું પેશાબ નાખ્યું અને તેને પોતાના પગની નીચે કચડવાનાં પ્રયાસો કર્યાં હતાં. આ દરમિયાન ત્યાં બ્રિટિશ પોલીસ પણ હાજર હતી પરંતુ તેમણે પણ કંઈ કર્યું.

ત્રિરંગાની લાજ બચાવી
આ ઘટનાનો વિરોધ કરવા માટે એક ભારતીય યુવક સામે આવ્યો અને તેણે હિંસક ખાલિસ્તાનીઓથી ન માત્ર ત્રિરંગો ખેંચ્યો પણ તેની લાજ પણ બચાવી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. હવે આ બહાદુર છોકરાનું ઘટના અંગેનું નિવેદન પણ સામે આવ્યું છે.

મહારાષ્ટ્રનાં પુણેનો રહેવાસી છે આ યુવક
ખાલિસ્તાનીઓ પાસેથી ત્રિરંગો ખેંચી લેનારા બહાદુર યુવકનું નામ સત્યમ સુરાણા છે. મહારાષ્ટ્રનાં પુણેનો રહેવાસી આ યુવક લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સનો છાત્ર છે. સત્યમ સુરાણા આ ઘટનાનાં માત્ર 17 દિવસ પહેલાં લંડન પહોંચ્યાં હતાં. પરંતુ ભારતીય દૂતાવાસ પાસે ખાલિસ્તાનીઓની સામે તેમણે જે વીરતા દેખાડી તેની ચર્ચા સમગ્ર હિન્દુસ્તાનમાં થઈ રહી છે.

મેં બસ પોતાનાં કર્તવ્યનું પાલન કર્યું- સત્યમ
ઈંટરવ્યૂમાં સત્યમ સુરાણાએ કહ્યું કે મને ખરેખર ખુશી છે કે લોકોને મારા પર ગર્વ છે. આ ત્રિરંગો જ છે જે આપણને બધાને સમગ્ર ભારતને સાથે લાવે છે. મેં બસ પોતાનાં કર્તવ્યનું પાલન કર્યું છે. મેં બસ ત્યાંથી ઝંડો ઉપાડ્યો અને ચાલ્યો ગયો. મને હાલમાં જે પ્રતિક્રિયાઓ મળી રહી છે તે હદયસ્પર્શી છે. હું આ કામ કરીને ઘણો ખુશ છું. મને એ દિવસે મેસેજ મળ્યો કે ભારતીય એમ્બેસીની બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ભારતીય દૂતાવાસે એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો અને હું પોતાની કોલેજમાં તેના આઉટરીચ માટે તેમની મદદ કરી રહ્યો હતો. કોલેજમાં લેક્ચર ભર્યા બાદ હું ત્યાં પહોંચ્યો ત્યાં આશરે 500 લોકોની ભીડ હતી.

ત્રિરંગાનું અપમાન
સત્યમે જણાવ્યું કે ભારતીય દૂતાવાસની સામે લગભગ 50-60 લોકોએ માસ્ક પહેર્યો હતો. ખાલિસ્તાનીઓ આપણાં પ્રધાનમંત્રીનું અપમાન કરી રહ્યાં હતાં. તેઓ માત્ર ખાલિસ્તાનનાં નારાઓ લગાડી રહ્યાં હતાં અને હિન્દૂ વિરોધી નફરત ફેલાવી રહ્યાં હતાં. મેં જોયું કે તેમણે આપણાં રાષ્ટ્રધ્વજને પગમાં બાંધીને રાખ્યાં છે. કેટલાક લોકો ત્રિરંગા પર બોટલમાં લાવેલ ગૌમૂત્ર ઠાલવી રહ્યાં હતાં. આ જોયા બાદ મેં કૂદકો માર્યો અને ત્રિરંગાને ખેંચી લીધો. એ ક્ષણે મને કોઈ જ ડર નહોતો લાગ્યો. મેં ત્રિરંગાને લીધું, માંથે સ્પર્શ્યું અને ત્યાંથી જતો રહ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ