બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Saturn going direct in own sign is auspicious but it will affect other signs in different ways

પરિવર્તન / 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ: આ 6 રાશિના જાતકો થશે માલામાલ, જોકે આ લોકોએ સાચવીને રહેવાની જરૂર

Kishor

Last Updated: 04:35 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ પોતાની રાશિમાં સીધી ચાલ ચાલે એ શુભ છે પણ તેની અસર અન્ય રાશિઓ પર અલગ અલગ રીતે પડશે.

  • શનિ 30 વર્ષ બાદ પોતાની રાશિ કુંભમાં માર્ગી ચાલ ચાલશે
  • જૂન 2024 સુધી કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે
  • શનિ વર્ષ 2024માં કેટલીક રાશિઓને સમૃદ્ધ બનાવશે

શનિ 30 વર્ષ બાદ પોતાની રાશિ કુંભમાં આજે માર્ગી ચાલ ચાલશે. શનિ પોતાની રાશિમાં સીધી ચાલ ચાલે એ શુભ છે પણ તેની અસર અન્ય રાશિઓ પર અલગ અલગ રીતે પડશે. જૂન 2024 સુધી કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે. જેને પગલે શનિ વર્ષ 2024માં કેટલીક રાશિઓને સમૃદ્ધ બનાવશે. તો કેટલીક રાશિઓ પર તેની નકારાત્મક અસર પડશે. ત્યારે ચાલો જોઈએ કઈ રાશિ પર કેવી અસર પડશે.

Tag | VTV Gujarati

મેષ
મેષ રાશિના લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ખુબ સારા નિર્ણય લઈ શકે છે. આ નિર્ણયો તેના માટે શુભ સાબિત થશે. કારકિર્દી બનાવવા માંગતા હોય તો પણ શનિ તમને સાથ આપશે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે.. આર્થિક પરિસ્થિતિ ખુબ સારી રહેશે.
ઉપાયઃ 'ઓમ બુધાય નમઃ' આ મંત્રનો દરરોજ 41 વખત જાપ કરવો..

વૃષભ 
વૃષભ રાશિના લોકોને ભાગ્યનો પુરો સાથ મળશે. કારકિર્દી સારી બનશે. વેપાર કરતા લોકોને ખાસ લાભ મળશે. ધન કમાવા માટે આ સમય બેસ્ટ રહેશે. તમે બચત પણ ખુબ સારી કરી શકશે.. સ્વાસ્થ્ય સારૂ રહેશે. અને પરિવારમાં તમામ સંબંધો અનુકૂળ રહેશે.
ઉપાયઃ 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો દરરોજ 41 વખત જાપ કરો...

મિથુન
મિથુન રાશિના લોકો માટે શનિની સીધી ચાલની અસર થોડી પ્રતિકૂળ રહેશે. તમારે તમારી કારકિર્દી બનાવવા માટે વધારે મહેનત કરવી પડશે. વેપાર ધંધામાં ભાગીદારો તરફથી પૂરો સહયોગ ન મળવાને મુશ્કેલી આવી શકે છે. જીવનસાથી સાથે સંબંધ બગડી શકે છે. આર્થિક સ્થિતિ કંઈક ખાસ રહેશે નહીં.. જેથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. 
ઉપાયઃ કાળી કીડીઓને રોજ લોટ ખવડાવો અથવા કિડીયાળુ પુરવું....

કર્ક
શનિ આ સમય દરમિયાન કર્ક રાશિના લોકોના આઠમા ભાવમાં શનિ રહેશે. આ સમય દરમિયાન તમને લાભ કે કોઈ સફળતા નહીં મળે.. નજીકના લોકો સાથે સંબંધ બગળી શકે છે.. ધંધાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું નિર્ણય લેતા પહેલા વિચારવું પછી જ નિર્ણય લેવો. આર્થિક સ્થિતિ બગડી શકે છે.
ઉપાયઃ શનિવારે પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવી અને જળ અર્પણ કરવું...


સિંહ
આ સમયે શનિ સિંહ રાશિમા સાતમા ભાવમાં રહેશે. કરિયરમાં ઉતાર-ચઢાવ આવશે.  અંગત જીવનમાં સમસ્યા આવી શકે છે. કામ કરશો તેમાં સંતોષ નહીં મળે. ધંધાની ભાગીદારીમાં મતભેદ થઈ શકે છે.. કાર્યસ્થળ પર વધુ નફો મળી શકશે નહીં. પારિવારિક સંબંધોમાં ધીરજ રાખવી.
ઉપાયઃ ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો દરરોજ 108 વાર જાપ કરવો...

મેષ રાશિના જાતકોને અચાનક થશે ધનલાભ, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય | Know the  Rashi Bhavishya Of Sunday 19012020

કન્યા
કન્યા રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ ખૂબ જ ફાયદાકારક રહેશે. કરિયરમાં તમારી ઈચ્છાઓ પૂરી કરવામાં તમે સફળતા મળશે.. નવી નોકરી મળી શકે છે.. ભાગ્યનો પુરો સાથ મળશે.. આર્થિક રીતે લાભ મળશે.. અંગત જીવનમાં ખુશી મળશે.. વિદેશ જવાનો યોગ બનશે.
ઉપાયઃ સોમવારે ભગવાન શિવ માટે હવન કરવો..

તુલા
તુલા રાશિના લોકો પર શનિની સીધી દશાથી જીવનમાં સંતોષ મળશે. મોટા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકશે.. કારકિર્દીમાં નફો મેળવવાનો પ્રયાસ સફળ રહેશે.. પ્રમોશન મળી શકે છે.. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમને લાભ થઈ શકશે.
ઉપાયઃ જૂન 2024 સુધી ગુરુ ગ્રહની પૂજા કરો.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન આરામ મળશે નહીં..  ખર્ચામાં વધારો થશે.. પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.. તમારા કાર્યસ્થળમાં ઓછો નફો મળશે.. આર્થિક સ્થિતિ  મધ્યમ રહેશે. નવી યોજનાઓમાં રોકાણ ન કરવું. નહીં તો નુકસાની જશે.. પારિવારિક જીવનમાં અશાંતિ આવી શકે છે. 
ઉપાયઃ પીપળના ઝાડ પર કાળા તલ છાંટીને શનિ સ્તોત્રનો પાઠ કરવો.

ધન
આ રાશિના લોકને કૌટુંબિક અને વિકાસના કાર્યોમાં સાનુકૂળ પરિણામ મળશે. આ રાશિના કેટલાક લોકોને વિદેશમાં કરિયર બનાવવાની સારી તક મળી શકે છે.. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. તમારા જીવન સાથી સાથેના સંબંધો મજબૂત બનશે. તમારામાં એક અલગ જ પ્રકારની હિંમત અને જુસ્સો જોવા મળશે.
ઉપાયઃ તમારા મંદિરમાં શનિ યંત્ર સ્થાપિત કરવું અને રોજ શનિ મંત્રોનો જાપ કરવો..

આ અઠવાડિયે 6 રાશિના લોકોના સિતારા ચમકશે અને થશે ધન ધાન્યમાં પણ વધારો |  weekly horoscope 24 to 30 may 2021 6 zodiac sign will be strong this week  may get financial benefits

મકર
નાણાકિય લાભ થશે. જીવનમાં વધુ પૈસા કમાવાનો અવસર મળશે. ભાગ્ય તમને પુરતો સાથ આપશે. નોકરીની નવી તકો મળી શકે છે.. જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે.. વેપારમા નફો થશે. નાણાકિય લાભ થશે. 
ઉપાયઃ શનિવારે તમારા ઘરમાં શમીનો છોડ લગાવવો.

કુંભ
શનિ 30 વર્ષ પછી તમારી રાશિમાં માર્ગી થશે.. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનમાં ખર્ચા વધશે. નોકરી-ધંધામાં મુશ્કેલી આવી શકે છે.. તમે જે મહેનત કરો છો તેની કદર નહીં થાય.. તમારી બચત ખૂબ સારી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
ઉપાયઃ વૃદ્ધ લોકોની સેવા કરવી..

મીન
મીન રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ મિશ્રિત પરિણામ આપશે.. નફો પણ નહીં થાય અને નુકસાની પણ નહીં થાય.. પણ ખર્ચા વધારે રહેશે... આર્થિક રીતે નાનુ-મોટુ નુકસાન થઈ શકે છે.તમે નોકરી બદલી શકો છો. પારિવારિક જીવન ઉથલપાથલ આવી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે.. 
ઉપાયઃ શનિ મંદિરમાં શનિ સ્તોત્રનો પાઠ કરવો અને સરસવના તેલનો દીવો કરવો....

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ