બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Sasan Gir will not be pushed, lion sighting will be done in Junagadh, forest department has undertaken a big plan, know the details

પ્રકૃતિ દર્શન / સાસણ ગિરનો ધક્કો નહીં થાય જુનાગઢમાં થઈ જશે સિંહ દર્શન, વન વિભાગે હાથ ધર્યું મોટું આયોજન, જાણો ડિટેલ્સ

Vishal Khamar

Last Updated: 10:22 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાસણ ગિર સેન્ચ્યુરી પાર્કની જેમ જ જૂનાગઢમાં ગિરનાર સેન્ચ્યુરી પાર્કમાં હવે પ્રવાસીઓ સિંહ દર્શન કરી રહ્યા છે. પ્રવાસીઓને હવે સાસણ સુધી દૂર જવાને બદલે જુનાગઢ ખાતેથી દર્શનનો લ્હાવો મળે છે.

  • સિંહ દર્શન માટે હવે પર્યટકોએ સાસણ ગીર જવાની જરૂર નહી પડે
  • જૂનાગઢ ખાતે ગિરનાર સેન્ચ્યુરી પાર્કમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે
  • આઠ જીપ્સી દ્વારા સિંહ દર્શન કરી શકાય તેવું વન વિભાગ દ્વારા આયોજન

જુનાગઢ ગિરનાર સેન્ચ્યુરી પાર્કના કુલ 35 કિલોમીટરના એરિયામાં અહીં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે છે. રોજ આઠ જીપ્સી દ્વારા સિંહ દર્શન કરી શકાય તેવું વન વિભાગ દ્વારા આયોજન કરાયું છે.  ત્યારે સિંહ દર્શન માટે 3200 ચૂકવવાના હોય છે. પ્રકૃતિના ખોળે સિંહ દર્શન અને વિવિધ વનસ્પતિઓને માણવાનો નજારો અહીં કંઈક અલગ જ હોય છે. 

ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી પર્યટકો કુદરતી સૌદર્યનો આનંદ માણવા આવે છે
ગિરનાર સેન્ચ્યુરી પાર્ક ખાતે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી પર્યટકો અહીંયા કુદરતી સૌદર્યનો આનંદ માણવા આવતા હોય છે. સોરઠના સાવજ ઉપરાંત અહીં વિવિધ વન્ય જીવો અને વિવિધ વનસ્પતિઓનો આનંદ પ્રવાસીઓ ભરપુર માણતા હોય છે. અહીં આવેલા પ્રવાસીઓએ તેમનો અનુભવ વર્ણવ્યો હતો. પ્રવાસીએ કહ્યું હતું કે આ તેના જીવનનો એક ઉત્તમ યાદગાર અનુભવ હોવાનું જણાવ્યું હતું.

એક વર્ષમાં ગિરનાર સેન્ચ્યુરી પાર્કમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી
છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ ગિરનાર સેન્ચ્યુરી પાર્કમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગિરનાર સેન્ચ્યુરી પાર્કને કારણે જુનાગઢને ફાયદો સાબિત થયો છે.  હાલ વેકેશનનો સમયગાળો હોઈ સામાન્ય દિવસો કરતા પણ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોય છે. 

આજે અમે પરિવારનાં 20 સભ્યો તેમજ બાળકો સાથે ગિરનાર સફારી ખાતે આવ્યાઃ રૂષિરાજસિંહ જાડેજા
આ બાબતે રૂષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,  આજે અમે પરિવારનાં 20 સભ્યો તેમજ બાળકો સાથે ગિરનાર સફારી ખાતે આવ્યા છીએ. અને એકદમ વ્યાજબી કિંમતે. ત્યારે અમને એવી જાણ થઈ હતી કે  અહીંયા આખા દિવસની કુલ 8 જ પરમીટ આપવામાં આવે છે. જેમાંથી ત્રણ પરમીટ અમારી હતી. 13 કિલોમીટરનો રૂટ કાપીને અમે અહીંયા ઉભા છીએ. રસ્તામાં અમને  એક સિંહણ બે બચ્ચાઓ સાથે જોવા મળી હતી. અમે આ કુદરતી માહોલનો લ્હાવો લીધો હતો.

પૃથ્વીસિંહ જાડેજા (પર્યટક)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ