Sarhad Dairy : કચ્છના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. કચ્છની સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરાયો છે. પશુપાલકોને ગાયના દૂધના પ્રતિ કિલોના 40.50 રૂપિયા મળશે.
ખરીદના ભાવમાં વધારો
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. `સરહદ ડેરી' કચ્છના પશુપાલકો પાસેથી દૂધની ખરીદના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોને ભેંસના પ્રતિ કિલો દૂધના ભાવ હવે 57.05 રૂપિયા મળશે. દૂધ ખરીદના ભાવમાં વધારો થતા પશુપાલકોને હવે ફાયદો થશે.
પશુપાલકોમાં આનંદ
સરહદ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેમાંથી જગ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ બની રહી છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે સરહદ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધ ખરીદ ભાવમાં વધારો થતાં પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.