બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Sarfaraj was run out and Rohit Sharma, upset with Ravindra Jadeja threw the cap in anger

સ્પોર્ટ્સ ન્યૂઝ / જાડેજાના વાંકે સરફરાજ ખાન થયો આઉટ! રોહિત શર્માએ ટોપી ફેંકી આપ્યું લાલચોળ રિએક્શન

Priyakant

Last Updated: 06:20 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું લાગી રહ્યું હતું કે સરફરાઝ તેની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારશે. પરંતુ પછી અચાનક કંઈક એવું બન્યું કે બધા અવાચક થઈ ગયા

  • સામે છેડે રહેલા રવિન્દ્ર જાડેજા સાથે થઇ ગેરસમજ 
  • રન આઉટનો શિકાર બન્યો સરફરાજ 
  • રવિન્દ્ર જાડેજા ત્યારે 99 રન પર હતો 

સરફરાઝ ખાન.. જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા. આખરે લાંબી રાહ જોયા બાદ તક આવી અને ટીમ ઈન્ડિયાએ સરફરાઝને ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરાવ્યું. અને પછી સરફરાઝે કેટલી શાનદાર રીતે આ તક ઝડપી લીધી. એવું લાગી રહ્યું હતું કે સરફરાઝ તેની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારશે. પરંતુ પછી અચાનક કંઈક એવું બન્યું કે બધા અવાચક થઈ ગયા. માત્ર 66 બોલમાં 62 રન બનાવ્યા બાદ રમી રહેલો સરફરાઝ 99 રને બીજી તરફ બેટિંગ કરી રહેલા રવીન્દ્ર જાડેજા સાથે ગેરસમજનો શિકાર બન્યો અને અચાનક રનઆઉટ થયો હતો.

 

 

સરફરાઝ આઉટ થતાં જ સ્ટેડિયમમાં હાજર દર્શકો અને ક્રિકેટપ્રેમીઓ દંગ રહી ગયા હતા.  બીજી તરફ રોહિત શર્મા માત્ર સ્તબ્ધ જ નહીં પરંતુ ગુસ્સામાં પણ હતો. ડગ આઉટમાં બેઠેલા રોહિત શર્માએ પોતાની કેપ ઉતારી અને તેને જમીન પર પછાડી દીધી. આ રનઆઉટ માટે તે રવિન્દ્ર જાડેજાથી નારાજ દેખાઈ રહ્યો હતો. રોહિતનો વીડિયો સામે આવ્યો છે.

 

કેપ્ટન રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાની સદીની ઇનિંગ્સના આધારે ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા...  રવીન્દ્ર જાડેજા 110 અને કુલદીપ યાદવે 1 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર માર્ક વુડે ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત અને જાડેજાએ ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. આ શ્રેણીમાં ભારત તરફથી આ પ્રથમ સદીની ભાગીદારી છે.

ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર 33 રનના સ્કોર પર 3 વિકેટ પડી ગઈ હતી. યશસ્વી જયસ્વાલ (10), શુભમન ગિલ (0) અને રજત પાટીદાર (5) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી રોહિતે નંબર-5 પર બેટિંગ કરવા આવેલા રવીન્દ્ર જાડેજા સાથે 204 રનની ભાગીદારી કરીને ભારતીય દાવને સંભાળ્યો હતો. આ બે સિવાય સરફરાઝ ખાને અડધી સદી (62 રન) ફટકારી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ