બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sara Tendulkar Spotted Attending IND vs BAN ICC Cricket World Cup 2023 Match at MCA Stadium, Picture Goes Viral!

ભારત -બાંગ્લાદેશ / VIDEO : શુભમન ગિલ-સારા તેંડુલકરના અફેરની ફરી ચર્ચા ઉપડી ! વાયરલ થઈ આ તસવીર

Hiralal

Last Updated: 06:31 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુણેમાં ભારત-બાંગ્લાદેશની મેચમાં શુભમન ગિલે કેચ પકડતાં સ્ટેડિયમમાં બેઠેલી સારા તેંડુલકરે તાળીઓ વગાડીને તેમના કેચને બિરદાવ્યો હતો.

  • પુણેમાં ભારત-બાંગ્લાદેશની મેચ જોવા આવી સચિનની દીકરી સારા તેંડુલકર
  • શુભમન ગિલે પકડેલા કેચ પર સારાએ જોરથી વગાડી તાળીઓ 
  • શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે છે અફેરની ચર્ચા 

ટીમ ઈન્ડીયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવા તો ઘણા સમયથી ચાલી રહી છે અને વખતોવખત આ વાતનો પુરાવો પણ મળતો હોય છે અને ફરી એક વાર આ વાતની સાબિત મળી છે. ગુરુવારે પુણેમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશની મેચમાં શુભમન ગિલ બાંગ્લાદેશી બેટરનો એક કેચ ઝડપ્યો હતો. 

શુભમને તૌહીદ હાઈદેનો કેચ પકડ્યો 
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમને સપોર્ટ કરવા આવી છે. ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલે ભારત માટે પાંચમી વિકેટ મેળવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે તૌહીદ હાઈદે કેચ પકડ્યો. તેના આ કેચ સાથે હવે બાંગ્લાદેશની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. જ્યારે શુભમન ગિલે શાર્દુલ ઠાકુરની બોલિંગમાં કેચ ઝડપ્યો ત્યારે પેવેલિયનમાં બેઠેલી સારા તેંડુલકરે તાળીઓના ગડગડાટથી ગિલને વધાવી લીધો હતો. 

સારા તેંડુલકરની તસવીર વાયરલ 
શુભમનના કેચ પર જોરથી તાળીઓ વગાડી રહેલી સારા તેંડુલકરની તસવીર વાયરલ થઈ છે. 
 
શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે છે અફેરની ચર્ચા 

ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચે ઘણા સમયથી અફેરની ચર્ચા ચાલી રહી છે. તેઓ અવારનવાર એકબીજાને બિરદાવતા હોય છે. જોકે તેઓ ખુલીને તેમના સંબંધ પર કંઈ બોલતા નથી પરંતુ જાણનારા કહે છે કે તેમની વચ્ચેનો સંબંધ આગળના સ્ટેજ પર છે અને ભવિષ્યમાં બન્ને રિલેશનશીપ કન્ફર્મ કરી શકે છે. હાલમાં તો બન્ને અવારનવાર એકબીજાને ચિયર કરતાં જોવા મળતા હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ