Sara Ali Khan and Shubman Gill spent time together in Ahmedabad?
ખીલ્યું પ્રેમનું પુષ્પ /
PICTURE : શુભમન ગીલ સાથે પકડાઈ ગઈ એક્ટ્રેસ સારા અલી ખાન, વાયરલ થયો પ્રાઈવેટ ફોટો
Team VTV06:35 PM, 02 Feb 23
| Updated: 06:41 PM, 02 Feb 23
એક્ટ્રેસ સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગીલ વચ્ચે પ્રેમસંબંધની ચર્ચા વચ્ચે તેમનો એક પ્રાઈવેટ લીક થતાં સોશિયલ મીડિયાનો પારો હાઈ થયો છે.
એક્ટ્રેસ સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગીલ વચ્ચે પ્રેમસંબંધની ચર્ચા
સારા અલી ખાનનો ગીલ સાથેનો ફોટો થયો વાયરલ
બન્ને સાથે બેસીને હાંકી રહ્યાં છે ગપાટા
બન્નેના લગ્નની પણ ઉડી રહી છે અફવા
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને ફેમસ ક્રિકેટર શુભમન ગિલ ઘણા સમયથી પ્રેમસંબંધમાં છે પરંતુ હજુ સુધી બન્નેમાંથી કોઈ કે તેમના પરિવારે મગનું નામ મરી પાડ્યું નથી. છેલ્લા કેટલાક દિવસથી શુભમન ફૂલ ફોર્મમાં છે અને ક્રિકેટમાં રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બધાની વચ્ચે શુભમન ગીલ અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે એક તસવીર વાયરલ થઈ જતા સોશિયલ મીડિયાનો પારો ચડ્યો છે.
શું જોવા મળ્યું વાયરલ તસવીરમાં
આ ફોટોમાં બંને એકબીજાની બાજુમાં બેસીને વાતો કરતા નજરે પડે છે. બંનેની આસપાસ બીજું કોઈ નથી. એવું લાગે છે કે કોઈ ચાહકે ગુપ્ત રીતે તેની તસવીર લીધી છે. સારા શુભમનને કંઈક કહી રહી છે અને તે સામે તાકીને સાંભળી રહ્યો છે તેવું તસવીર પરથી દેખાય છે. તેઓ બન્ને વાતોમાં મશગૂલ હતા અને આ દરમિયાન કોઈએ ખાનગીમાં તેમની ઈલુઈલુની તસવીર ઝડપી લીધી જે જોતજોતા વાયરલ થઈ ગઈ. આ ફોટો એટલા માટે પણ રસપ્રદ છે કારણ કે તે કોઇ કાફે કે રેસ્ટોરન્ટનો નહીં પરંતુ અમદાવાદ એરપોર્ટનો છે. આ ફોટો જોયા બાદ ઘણા ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે સારા અને શુભમન સાથે મળીને ખાનગી સમય વિતાવી રહ્યાં છે. બંનેને ડેટ કરવાની અફવાઓ સાંભળીને ચાહકો ભલે ઉત્સાહિત હોય, પરંતુ હજી સુધી સારા કે શુબમનમાંથી કોઈએ પણ તેમના સંબંધોના સમાચાર પર કશું જ કહ્યું નથી.
— V̷i̷r̷a̷n̷î ̷J̷ìg̷n̷e̷s̷h̷ ̷(J̷ïg̷Ş) 🇮🇳 (@iJigneshVirani) February 1, 2023
લીક ફોટાએ ચડાવ્યો સોશિયલ મીડિયાનો પારો
સારા અને શુભમનનો આ લીક ફોટો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સારાનો આ ક્રિકેટર સાથેનો ફોટો લેટેસ્ટ છે કે જૂનો, તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સારા અને શુભમન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.
શુભમન ગિલ આજકાલ ફૂલ ફોર્મમાં, રેકોર્ડ પર રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ હાલમાં ક્રિકેટ જગતમાં છવાયેલો છે. ODI ફોર્મેટ બાદ હવે તેણે T20માં પણ રેકોર્ડ બનાવ્યાં છે. શુભમન ગિલે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં અંતિમ T20માં શાનદાર સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં 126 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું હતું.