બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Sanju Samson achieve Biggest milestone joins the club of 300 fours in IPL

IPL 2023 / હૈદરાબાદ સામે હાર્યા છતાં સંજુ સેમસને રચ્યો ઈતિહાસ, તેંડુલકરને પાછળ છોડી IPLમાં બનાવ્યો મોટો રેકોર્ડ

Megha

Last Updated: 11:14 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજુ સેમસને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની 11મી મેચમાં 38 બોલમાં 66 રનની ધમાકેદાર ઈનિંગ રમીને એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. IPLમાં આવું કરનાર તે 22મો ખેલાડી બન્યો છે

  • સંજુ સેમસને 38 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા
  • સંજુ સેમસન IPLમાં 300 ચોગ્ગાની ક્લબમાં સામેલ થઈ ગયો
  • IPLમાં આવું કરનાર તે 22મો ખેલાડી બન્યો

IPL 2023 રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે મિશ્ર સીઝન રહી છે. તેની ટીમે પણ પ્રથમ 10 મેચમાંથી પાંચમાં જીત મેળવી હતી અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સિઝનના રનર અપ આ ટીમના કેપ્ટનનું ફોર્મ છેલ્લી કેટલીક મેચોથી ચિંતાનો વિષય હતો પણ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની 11મી મેચમાં તેણે 38 બોલમાં 66 રનની ધમાકેદાર ઈનિંગ રમીને એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. ખાસ વાત એ છે કે તેણે જે સ્થાન હાંસલ કર્યું છે તેમાં તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કરતા પણ આગળ છે.

હૈદરાબાદ સામેની આ ઇનિંગમાં સંજુ સેમસને 38 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે સંજુ સેમસન IPLમાં 300 ચોગ્ગાની ક્લબમાં સામેલ થઈ ગયો. ગઇકાલની મેચમાં તેને તેના 300 ચોગ્ગા પૂરા કર્યા હતા. એકંદરે IPLમાં આવું કરનાર તે 22મો ખેલાડી બન્યો. આ સાથે જ  આવું કરનાર 16મો ભારતીય છે. આ યાદીમાં ભારતના શિખર ધવન 739 ચોગ્ગા સાથે ટોચ પર છે. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈના જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓ પણ ટોપ 5માં સામેલ છે.

ખાસ વાત એ છે કે સચિન તેંડુલકર IPLમાં સૌથી વધુ ચોગ્ગાના મામલે 23માં નંબર પર છે, જેણે આ લીગમાં 295 ચોગ્ગા ફટકાર્યા હતા. મતલબ કે સંજુ આ મામલે માસ્ટર બ્લાસ્ટર કરતા આગળ છે. એ દૃષ્ટિએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન માટે આ એક મોટી ઉપલબ્ધિ હોઈ શકે છે. સંજુ સેમસને આ લીગમાં કુલ 149 મેચ રમી છે, જેમાંથી તેણે 145 ઇનિંગ્સમાં 3834 રન બનાવ્યા છે. બીજી તરફ સચિન તેંડુલકરે કુલ 78 આઈપીએલ મેચ રમી હતી જેમાં તેણે 29 સિક્સ અને 295 ફોર ફટકારી હતી. 

IPL 2023 અત્યાર સુધી સેમસન માટે કેવું રહ્યું?
સંજુ સેમસને IPL 2023માં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. અત્યાર સુધી તેણે 11 મેચમાં 308 રન બનાવ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં તેણે 22 ફોર અને 19 સિક્સર ફટકારી છે. સમગ્ર સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ રહ્યો છે. આ સિઝનમાં તેની એવરેજ પણ 28 રહી છે. આ ઇનિંગમાં અણનમ 66 રન તેનો સૌથી મોટો સ્કોર હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ