બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sanatana Dharma Mahasammelan was held on the occasion of Girnar Mahashivratri fair

જૂનાગઢ / 'મહાશિવરાત્રીની રવેડીમાં વિધર્મીની બગી-સ્ટોલ નહીં' મહાસંમેલન બાદ સંતો-મહંતોની માંગ, દામોદર કુંડથી કાઢી રેલી

Dinesh

Last Updated: 10:18 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh news: ગિરનાર મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ હતુ. જે મેળા દરમિયાન રવેડીમાં વિધર્મીઓની બગીઓને એન્ટ્રી નહી આપવા માગ કરાઈ

જૂનાગઢના દામોદર કુંડ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં સંતો મહંતો સાથે હજારો લોકો જોડાયા હતા. સંમેલન બાદ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. મહાશિવરાત્રીના મેળામાં યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે મેળા દરમિયાન રવેડીમાં વિધર્મીઓની બગીઓને એન્ટ્રી નહી આપવા માગ કરી હતી. 

જૂનાગઢમાં સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ
આ ઉપરાંત દેશના અન્ય તીર્થધામોની માફક ગિરનાર તળેટીને વેજ ઝોન જાહેર કરવાની સંતો મહંતોએ વિનંતી કરી હતી. મહાશિવરાત્રીની રવેડી દરમિયાન વિધર્મીઓની બગીઓ અંગે સંતો મહંતો તપાસ કરશે. વિધર્મીઓની બગી આવ્યાની જાણ થશે અને પરત નહી જાય તો તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી દત્ત શિખર મંદિરના મહંત મહેશગીરી બાપુએ ચીમકી આપી હતી. 

વાંચવા જેવું: મહેસાણા બેઠક પર ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે કર્યું મોટું એલાન 

દામોદર કુંડ ખાતે મહાસંમેલન બાદ રેલી યોજાઈ
શિવરાત્રીના મેળામાં વિધર્મીઓની બગીનો ઉપયોગ નહી કરવા ઉપરાંત સ્ટોલ પણ નહી આપવા સંતોએ તંત્ર સમક્ષ માગ કરી હતી. મહેશગીરી જણાવ્યું કે, ગિરનાર અમારો છે, હિન્દુ ધર્મ અમારો છે, વિધર્મીઓની બગી નહીં ચાલે. અમારો ધર્મ, નિયમ પણ અમારા જ ચાલશે. મહાશિવરાત્રિ પર્વે પર બગી નહીં નીકળે, વિધર્મીઓનો સ્ટોલ ના હોવો જોઈએ. આ બન્ને માંગણી સાથે જૂના અખાડા પંચ દશનામ અખાડા તેમજ  આવાહન અખાડામાં આવેદન આપી બગી ન રાખવા અપીલ કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ