બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sanand Sajjad Bandh today: Strong anger among traders due to this tughlaki decision of the system

વેરા સામે રોષ / આજે સાણંદ સજ્જડ બંધ: તંત્રના આ એક તુઘલકી નિર્ણયના કારણે વેપારીઓમાં સખત રોષ, જાણો શું છે સમગ્ર વિવાદ

Priyakant

Last Updated: 12:05 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sanand Nagarpalika News: સાણંદમાં મેડિકલ સ્ટોર સિવાય બજાર સજ્જડ બંધ, પાણી, શિક્ષણ, સફાઈ, મિલકત સહિતના વેરામાં અંદાજે 200 ટકાનો વધારો, નગરજનો અને વેપારીઓ દ્વારા આજે સાણંદ બંધનું એલાન

  • સાણંદ આજે સજ્જડ બંધ
  • ન.પાએ વેરો વધારતા સ્થાનિકોમાં રોષ
  • નગરજનો, વેપારીઓ દ્વારા સાણંદ બંધ

સાણંદ નગરપાલિકાએ વેરામાં વધારો કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ નગરજનો અને વેપારીઓ દ્વારા આજે સાણંદ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ તરફ હવે સાણંદમાં સજ્જડ બંધનો માહોલ જોવા મળી રહ્યો છે. સાણંદમાં મેડિકલ સ્ટોર સિવાય બજાર સજ્જડ બંધ છે. નોંધનીય છે કે, પાલિકા દ્વારા વધારવામાં આવેલ વેરો પરત ખેંચવા રજૂઆતની સાથે આજે સાણંદ બંધનું એલાન કરવામાં આવેલ છે. 

અમદાવાદની નજીક આવેલ સાણંદમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેનું કારણ છે પાલિકા દ્વારા વેરામાં વધારવામાં આવેલ અંદાજે 200 ટકાનો વધારો. વાત જાણે એમ છે કે, સાણંદ પાલિકા દ્વારા તાજેતરમાં જ વેરો વધારવામાં આવ્યો છે. જેમાં ખાસ કરી ને પાણી, શિક્ષણ, સફાઈ, મિલકત સહિતના વેરામાં અંદાજે 200 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યો છે. જેને લઈ નગરજનો સહિત વેપારીઓ પણ ભારે વિરોધ કરી રહ્યા છે. 

આજે સાણંદ બંધનું એલાન
સાણંદ નગરપાલિકા દ્વારા વધારવામાં આવેલ મસમોટા વેરાની સામે હવે નગરજનો અને વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે નગરજનો અને વેપારીઓ દ્વારા સાણંદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ તરફ હવે આજે મેડિકલ સિવાય તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. આ તરફ નગરજનો આક્ષેપ કરી રહ્યા છે કે, સુવિધા માટેની ગ્રાન્ટમાં કરોડો રૂપિયા ફાળવ્યા છતાં પણ કામ અધૂરા છે. 

નગરપાલિકા દ્વારા વેરો વધારાયો અને પછી........ 
સાણંદ નગરપાલિકા દ્વારા અલગ-અલગ વેરામાં વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ મિલકત વેરો 953થી વધારી 1733 કરવામાં આવ્યો તો શિક્ષણ ઉપર 29થી 87 વેરો કર્યો અને પાણી વેરો 800થી વધારી 2 હજાર કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોનું કહેવુ છે કે, પહેલી વાર દિવાબત્તી વેરો લાગુ કર્યો છે. આ તરફ હવે વેરો પરત ખેંચવા રજૂઆત કરાઇ છે. નોંધનીય છે કે, સાણંદમાં આશરે 70 હજાર જેટલી વસ્તી અને 10 હજારથી પણ વધારે રહેણાક બાંધકામ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ