બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Sana Khan is currently living her life happily with her husband. Sana Khan has become a mother now.

મારા પતિ રડે છે.. / મા બન્યા પછી સના ખાનને સતાવી રહ્યું છે એક ટેન્શન, કર્યો ખુલાસો

Pravin Joshi

Last Updated: 04:33 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સના ખાને હાલમાં તેના પતિ સાથે ખુશીથી પોતાનું જીવન પસાર કરી રહી છે. સના ખાન હાલમાં માતા બની છે. 5 જુલાઈએ સના ખાને એક સુંદર દિકરાને જન્મ આપ્યો હતો.

  • 5 જુલાઈએ સના ખાને એક સુંદર દિકરાને જન્મ આપ્યો હતો
  • મા બન્યા પછી સના ખાને પોતાની લાગણીને શેર કરી 
  • માતા બનીને  વજન ઓછું કરવા કરતા માતૃત્વને ઈન્જોય કરવું 

સના ખાને હાલમાં તેના પતિ સાથે ખુશીથી પોતાનું જીવન પસાર કરી રહી છે. સના ખાન હાલમાં માતા બની છે. 5 જુલાઈએ સના ખાને એક સુંદર દિકરાને જન્મ આપ્યો હતો. મા બનીને સના અને તેમના પતિ મૌલાના અનસ સૈયદ ખુબ જ ખુશ છે. મા બન્યા પછી સના ખાને હવે પહેલી વખત પોતાની લાગણીને શેર કરી છે. સના ખાને એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, આ દુનિયાની સૌથી સુંદર ફિલિંગ્સ છે.

 

ડિલીવરી પછી જ્યારે લોકો વજન ઓછું કરવાની વાતો કરે છે તો મને ચિંતા થાય છે

એક જીવનને દુનિયામાં લાવવાની લાગણીને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. આ જીવનભરની જવાબદારી છે. બાળકોના જીવનમાં થનારી દરેક સારી ખરાબ વસ્તુ માટે તમે જવાબદાર હોવ છો. ડિલીવરી બાદ મોટાભાગની મહિલાઓ ઉપર વજન ઓછું કરવાનું પ્રેશર હોવાનો સુંદર જવાબ આપ્યો છે. સના ખાને કહ્યું કે, ડિલીવરી પછી જ્યારે લોકો વજન ઓછું કરવાની વાતો કરે છે તો મને ચિંતા થાય છે. જો કે એ વાતમાં કોઈ શંકા નથી કે દરેક લોકો વજન ઓછું કરવા માંગે છે અને હું પણ તેમાંથી એક છું.

વજન ઓછું કરવા કરતા માતૃત્વને ઈન્જોય કરવું જોઈએ

સના ખાને વધુમાં કહ્યું કે, પોતાના સ્વાસ્થને ખરાબ કરીને બાળકના વિકાસને માટે જે જરૂરી છે તે વસ્તુઓને ખાવાનું બંધ કરીને વજન ઓછું નથી કરવા માંગતી. હાલમાં જ માતા બનીને તરત વજન ઓછું કરવા કરતા માતૃત્વને ઈન્જોય કરવું જોઈએ. હું વજન ઓછું કરવા કરતા હેલ્થી રહેવા માટે પ્રમોટ કરીશ. મારા માટે સૌથી પહેલા મારું બાળક છે. વજન તો ગમે ત્યારે ઓછું કરી શકાશે.

બાળકનું નામ સૈયદ તારિક જમીલ રાખ્યું

એક રિપોર્ટ મુજબ સના ખાને પોતાના બાળકનું નામ સૈયદ તારિક જમીલ રાખ્યું છે. બાળકના નામ વિશે વાત કરતા સના ખાને જણાવ્યું હતું કે, અમે બાળક માટે એવું નામ પસંદ કરવા માંગતા હતા જે પવિત્રતા, સજ્જનતા અને ઈમાનદારીનું પ્રતિક હોય. જમીલનો મતલબ સુંદરતા છે અને તારિકનો મતલબ સુખદ.

બાળકને જોતા જ અનસ એકદમ ઈમોશનલ થઈ જાય

પતિ વિશે વાત કરતા સના ખાને કહ્યું કે, અનસને જોઈને મને લાગે છે કે હું તેમને જાણતી જ નથી. બાળકને જોતા જ અનસ એકદમ ઈમોશનલ થઈ જાય છે. ક્યારેક ક્યારેક તો એમની આંખોમાં આંસુ આવી જાય છે. હું ઘણી વખત તેમને રડતા જોઉં છું. એક વખત મેં એમને પુછી લીધું કે તે કેમ રડી રહ્યા છે. કારણ કે રિલેશનશિપમાં ક્રાઈ બેબી તો હું છું. હાલમાં સના ખાન અને તેમના પતિ માતા પિતા બની ખુબ જ ખુશ છે. તો સાથે સાથે લોકો તેમને માતા પિતા બનવા માટે ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ