બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Samples of edible oil used in mid-day meals in Bhavnagar schools fell

બેદરકારી / ભાવનગરમાં 22 હજાર વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડાં: અક્ષયપાત્રએ અખાદ્ય તેલ વાપર્યુ, છેક 2022માં લેવાયેલા સેમ્પલ મામલે હવે 10 હજારનો દંડ ફટકાર્યો

Malay

Last Updated: 11:01 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગરની શાળાઓમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ, 22 હજાર બાળકોને પીરસતા ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો

  • મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ
  • 22 હજાર બાળકોને પીરસતા ભોજનમાં વપરાયું અખાદ્ય તેલ
  • અક્ષયપાત્ર સંસ્થાને આપવામાં આવ્યું છે મધ્યાહન ભોજનનું કામ
  • અક્ષયપાત્ર સંસ્થાને રૂ. 10 હજારનો દંડ ફટકારાયો 

Bhavnagar News: ભાવનગરની શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત  57 જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ થતાં ખળભળાટ મચી ગયો છે. મનપાની 57 જેટલી શાળાઓમાં આશરે 22 હજાર વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે. જે બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

ખાદ્યતેલના ભાવ ઘટશે, ખેડૂતોને થશે મોટો ફાયદો | Edible oil prices will fall,  farmers will get big benefit
FILE PHOTO

22 હજાર બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા
ભાવનગરમાં 22 હજાર જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ થયા છે. મધ્યાહન ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે.

અક્ષયપાત્રને રૂ.10 હજાર અને તેલ સપ્લાયરને 1 લાખનો દંડ
મનપાની શાળાઓમાં મધ્યાહન ભોજનનું કામ અક્ષયપાત્ર નામની સંસ્થાને આપવામાં આવ્યું છે. ખાદ્યતેલના નમૂના ફેલ થયા બાદ મનપાએ અક્ષયપાત્ર સંસ્થાને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે અને તેલ સપ્લાયરને રૂ. 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

Vtv impact: Midday Meal will be given to children in Bhavnagar from tomorrow
FILE PHOTO

વર્ષ 2022માં લેવામાં આવ્યા હતા નમૂના
અહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે મનપાના ફૂડ વિભાગે વર્ષ 2022માં આ શાળાઓમાંથી તેલના નમૂના લીધા હતા. આ નમૂના ફેલ ગયા બાદ છેક 1 વર્ષ અને 8 મહિના બાદ મનપાએ કાર્યવાહી કરી છે. મધ્યાહન ભોજન બનાવતી અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને અત્યાર સુધી કેમ છાવરવામાં આવ્યા અને આટલા સમય સુધી તેમની સામે સામે કાર્યવાહી કેમ કરવામાં ન આવી તે એક મોટો સવાલ છે. એક સાથે આટલા બધા હજારો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવા છતાં મનપાએ આ બાબતને કેમ ગંભીરતાથી ન લીધી? મહાનગરપાલિકાએ અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયરને કેમ બચાવવાનો કર્યો પ્રયાસ? જેવા અનેક સવાલો સ્થાનિકો મુખે ચર્ચાઈ રહ્યા છે. 

સળગતા સવાલ
- હજારો બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને 10 હજારનો જ દંડ કેમ?
- મનપાને કાર્યવાહી કરવામાં 1 વર્ષ અને 8 મહિનાનો સમય કેમ લાગ્યો?
- શું થોડો દંડ કરીને દોષિતોને છોડી દેવા યોગ્ય છે?
- નમૂના 2022માં લીધા તો કાર્યવાહીમાં સમય કેમ?
- તેલના નમૂના ફેલ થયા છતાં અક્ષયપાત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કેમ ન કરાઈ?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ