બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / samantha ruth prabhu wears diamond bulgari serpent bracelet and necklace

બોલિવુડ / 5 મોંઘા ઘર ખરીદી શકાય તેટલી કિંમતનો નેકસેલ પહેરીને નીકળી દિગ્ગજ એક્ટ્રેસ, જ્વેલરી તાકતા રહ્યાં ફેન્સ

Bijal Vyas

Last Updated: 11:38 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં સમંથાએ 'સિટાડેલ'ના વર્લ્ડવાઇડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઇન્સમાં વાહવાહી મેળવી છે. અહીં આઉટફિટ કરતાં પણ વધુ તેની જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

  • સમંથાએ 'સિટાડેલ'ના વર્લ્ડવાઇડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઇન્સમાં વાહવાહી મેળવી
  • સામંથાના નેકપીસની કિંમત લગભગ 2.9 કરોડ રૂપિયા છે
  • સમંથાના આઉટફિટની કિંમત 81,307 રૂપિયા છે

સાઉથ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રી, સમંથા રૂથ પ્રભુ, એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત, એક જબરદસ્ત ફેશનિસ્ટા પણ છે, જે તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે પોતાના ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઈલનો અવારનવાર એક્સપેરિમેન્ટ કરતી રહે છે. તાજેતરમાં, સમંથાએ 'સિટાડેલ'ના વર્લ્ડવાઇડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઇન્સમાં વાહવાહી મેળવી છે. અહીં તેના આઉટફિટ કરતાં પણ વધુ તેની જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સમંથાએ લંડનમાં પ્રિયંકા ચોપરાની આગામી સિરિઝ સિટાડેલના ગ્લોબલ પ્રીમિયરમાં Bulgariનો ડાયમંડ સ્ટેટમેન્ટ નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ અને ચંકી ડાયમંડ બ્રેસલેટ સાથે બ્લેક કો-ઓર્ડિનેટિંગ સેટ પહેરીને હાજરી આપી હતી.

ડાયમંડ જ્વેલરીના આ સેટે અભિનેત્રીના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા, તે આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સાપના ડિઝાઈનવાળા ડાયમંડ જ્વેલરીની કિંમત કેટલી છે?

કહેવામાં આવી રહ્યું છે કે સામંથાના નેકપીસની કિંમત લગભગ 2.9 કરોડ રૂપિયા છે. બીજી તરફ તેના બ્રેસલેટની કિંમત 2.7 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રીમિયર ઈવેન્ટ માટે સામંથા દ્વારા પહેરવામાં આવેલ આઉટફિટની કિંમત 81,307 રૂપિયા હોવાનું કહેવામાં આવી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પ્રીમિયરની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે તેના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

સામંથા રૂથ પ્રભુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'શકુંતલમ'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તે હવે તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ કુશીમાં કામ કરી રહી છે, જેમાં વિજય દેવરાકોંડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ