બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / sam pitroda on rahul gandhi says 2024 lok sabha elections important for the future of india

રાજનીતિ / જનતા નક્કી કરે, કે હિન્દુ રાષ્ટ્ર જોઈએ કે પછી સેક્યુલર, મોદી સરકારમાં ધર્મને વધુ મહત્વ અપાયું: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું મોટું નિવેદન

Manisha Jogi

Last Updated: 12:12 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમ પિત્રોડાએ આગામી વર્ષની લોકસભા ચૂંટણી અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભારતમાં ધર્મને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને તે અંગત વિષય છે. જેને રાષ્ટ્રીય મુદ્દો ના બનાવવો જોઈએ.

  • સેમ પિત્રોડાએ ચૂંટણી અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું
  • ભારતમાં ધર્મને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે
  • ધર્મને રાષ્ટ્રીય મુદ્દો ના બનાવવો જોઈએ

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ સેમ પિત્રોડાએ આગામી વર્ષની લોકસભા ચૂંટણી અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે, ‘ભારતના લોકોએ નક્કી કરવાનું રહેશે કે, તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે કે, એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની આશા રાખે છે. જેમાં સમાવેશ, વિવિધતા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય. મને આશા છે કે, ભારતીયો દેશના ભવિષ્ય માટે જવાબ આપશે. ભારતમાં ધર્મને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને તે અંગત વિષય છે. જેને રાષ્ટ્રીય મુદ્દો ના બનાવવો જોઈએ.’

2024ની ચૂંટણી ભારત માટે જરૂરી
સેમ પિત્રોડાએ જણાવ્યું છે કે, ‘2024ની ચૂંટણી ભારતના ભવિષ્ય માટે જરૂરી છે. મને આશા છે કે, ભારતના લોકો આ બાબતે જરૂરથી વિચારશે. ભારતીયોએ નક્કી કરવાનું રહેશે કે, તેઓ કયા પ્રકારનું રાષ્ટ્ર બનાવવા માંગે છે. શું તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે કે, પછી એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની આશા રાખે છે. જેમાં સમાવેશ, વિવિધતા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય.’

વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદનનો કર્યો બચાવ
વિદેશી ભૂમિ પર રાહુલ ગાંધી પર દેશના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે, જે બાબતે સેમ પિત્રોડાએ નિવેદન આપ્યું છે. સેમ પિત્રોડા જણાવે છે કે, વિદેશમાં ભારતની નહીં પણ ભારત સરકારની ટીકા કરીએ છીએ, જે બંને અલગ બાબતો છે. ભારત સરકાર અને ભારતની ટીકા કરવા બાબતે મૂંઝવણ ના થવી જોઈએ. ભારત ખૂબ જ મોટો દેશ છે અને મહત્ત્વપૂર્ણ છે.

‘ભારત વિશ્વનું ભવિષ્ય નક્કી કરી શકે છે’
સેમ પિત્રોડા જણાવે છે કે, ‘આપણે ભારત બાબતે વૈશ્વિક મંચ પર ચર્ચા કરવાનો અધિકાર અને જવાબદારી છે. ભારત નાનો દેશ નથી ભારત વિશ્વની નિયતિ નક્કી કરી શકે છે. ભારત સૌથી વધુ વસ્તુ ધરાવતો દેશ છે. જેથી આપણે વિશ્વ સાથે વાત કરવી જોઈએ. આ આપણી જવાબદારી છે કે, આપણે વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરીએ અને ભારત વિશે જણાવીએ. કોઈપણ ભારતનું અપમાન ના કરી શકે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ