બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman-Katrina starrer 'Tiger 3' gets A certificate in Saudi Arabia, film has 12 action scenes

મનોરંજન / સાઉદી અરેબિયામાં સલમાન-કેટરીનાની ફિલ્મ 'ટાઈગર 3'ને મળ્યું A સર્ટીફીકેટ, ફિલ્મમાં છે કુલ 12 એક્શન સીન

Megha

Last Updated: 10:41 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહેવાલ અનુસાર 'ટાઈગર 3'ને સાઉદી અરેબિયાના થિયેટરોમાં R18 રેટિંગ આપવામાં આવ્યું છે જે ઈન્ડિયા રેટિંગ સિસ્ટમ અનુસાર A સર્ટીફીકેટ સમકક્ષ છે.

  • સલમાન ખાનની ટાઈગર 3 ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત છે?
  • સાઉદી અરેબિયાના થિયેટરોમાં R18 રેટિંગ આપવામાં આવ્યું 
  • 'ટાઈગર 3' ને ભારતમાં U/A સર્ટીફીકેટ આપવામાં આવ્યું

ગઈ કાલે સમાચાર આવ્યા કે સલમાન ખાનની ટાઈગર 3 ઓમાન અને કતાર જેવા ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત છે. પરંતુ આ ફેક ન્યૂઝ હોવાનું બહાર આવ્યું છે અને આ ફિલ્મ ત્યાં પણ રીલીઝ થશે. જોકે, સાઉદી અરેબિયામાં ફિલ્મને લઈને થોડી કડકતા બતાવવામાં આવી છે. 'ટાઈગર 3'ની એક્શનને ધ્યાનમાં રાખીને ત્યાંના સેન્સર બોર્ડે તેને R18 સર્ટીફીકેટ આપ્યું છે. જે ઈન્ડિયા સર્ટીફીકેટ સિસ્ટમ અનુસાર A સર્ટીફીકેટ સમકક્ષ છે. આનો અર્થ એ છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો સાઉદી અરેબિયાના થિયેટરોમાં આ ફિલ્મ જોઈ શકશે નહીં.

સાઉદી અરેબિયાના થિયેટરોમાં R18 રેટિંગ આપવામાં આવ્યું 
એક અહેવાલ અનુસાર 'ટાઈગર 3'ને સાઉદી અરેબિયાના થિયેટરોમાં R18 સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. એટલે કે જ્યારે ત્યાંના કોઈ લોકો ટિકિટ બુક કરવા અથવા એડવાન્સ બુકિંગ ચેક કરવા વેબસાઇટ પર જાય છે ત્યારે ફિલ્મના પોસ્ટરની સાથે સેન્સર રેટિંગ પણ દેખાય છે. અરેબિયન રેટિંગ સિસ્ટમમાં R18 થી ઉપરનું બીજું સર્ટીફીકેટ છે. તેને 18TC કહેવામાં આવે છે. મતલબ કે તે ફિલ્મનું રેટિંગ કન્ફર્મ થયું નથી. વાટાઘાટો ચાલી રહી છે. જ્યાં સુધી આ બાબતની પુષ્ટિ ન થાય ત્યાં સુધી તે ફિલ્મ 18+ ગણાય છે.

ફિલ્મમાં કુલ 12 એક્શન સિક્વન્સ છે
ડિરેક્ટર મનીષ શર્માએ પહેલા જ કહ્યું હતું કે 'ટાઈગર 3' મોટા લેવલ પર બનાવવામાં આવી છે. સ્કેલની સાથે ફિલ્મના એક્શન ડિપાર્ટમેન્ટમાં પણ શાનદાર કામ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કુલ 12 એક્શન સિક્વન્સ છે. જે હિન્દી ફિલ્મ માટે એક રેકોર્ડ છે. સલમાન ખાન જે સિક્વન્સ સાથે ફિલ્મમાં એન્ટ્રી કરશે તે 10 મિનિટનો છે.

 'ટાઈગર 3' ને ભારતમાં U/A સર્ટીફીકેટ આપવામાં આવ્યું
એ વાત તો નોંધનીય છે કે 'ટાઈગર 3' ને ભારતમાં U/A સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. મતલબ કે 12 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ તેને જોઈ શકે છે. 12 કે તેથી નાની ઉંમરના બાળકો તેમના માતા-પિતા સાથે આ ફિલ્મ જોઈ શકે છે. સેન્સર બોર્ડે પણ ફિલ્મમાં ફેરફાર કર્યો હતો. આ સાથે જ 'ઇડિયટ' શબ્દ હટાવીને 'મશરૂફ' શબ્દ ઉમેરવામાં આવ્યો. 'ટાઈગર 3'ની લંબાઈ 2 કલાક 33 મિનિટ હતી. પરંતુ આ અઠવાડિયે ફિલ્મમાં રિતિક રોશનનો કેમિયો ઉમેરવામાં આવ્યો હતો. અઢી મિનિટના આ ફૂટેજને ઉમેર્યા પછી, 'ટાઈગર 3'નો ફાઈનલ રન ટાઈમ 2 કલાક 36 મિનિટ થઈ છે.

સલમાન ખાનની આ ફિલ્મની એડવાન્સ બુકિંગ સારી ચાલી રહી છે. 'ટાઈગર 3'ની કુલ 5 લાખ 34 હજાર ટિકિટ રિલીઝના 30 કલાક પહેલા એડવાન્સથી વેચાઈ ગઈ છે. આ સાથે ફિલ્મે 14.24 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ આંકડાઓમાં મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીનનો સમાવેશ થાય છે. દિવાળી પર સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ 'ક્રિશ 3'ના નામે છે. 2013માં રિલીઝ થયેલી આ ફિલ્મે 15 કરોડનું કલેક્શન કર્યું હતું. પરંતુ 'ટાઈગર 3' એડવાન્સ બુકિંગ દ્વારા આ રેકોર્ડ કરતાં વધુ કમાણી કરશે. અંદાજ છે કે આ ફિલ્મ 40 કરોડની આસપાસ ઓપનિંગ કરી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ