બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Salary is more than 10 lakhs but not to pay single rupee of income tax How

ફાયદાની વાત / ભલે સેલરી 10 લાખથી વધારે હોય, છતાંય નહીં લાગે એક પણ રૂપિયો ઇન્કમટેક્સ! એ કઇ રીતે?

Megha

Last Updated: 08:19 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો, પણ તમે 10 લાખ 50 હજાર રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરાવી શકો છો. જાણો કઈ રીતે..

  • 10 લાખ 50 હજાર રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરાવી શકો છો. 
  • નિયમો અનુસાર 50,000 રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે.  
  •  80C હેઠળ 1.5 લાખ રૂપિયાનો ટેક્સ બચાવી શકો છો.

જો તમે ઈન્કમ ટેક્સ પેયર છો, તો તમારા માટે સારા સમાચાર છે. કમાણી વધવાની સાથે ટેક્સ આપવાનો પણ વધી જાય છે. પરંતુ જો આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો વધારે સેલેરી બ્રેકેટ પર પણ કર બચત કરી શકાય છે. 

Not 5 but up to 10 lakhs income can be tax free, know this trick to get tax exemption on income

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે થોડો સમય બાકી છે એવામાં કરદાતાઓ પાસેથી રોકાણની વિગતો ઓફિસો દ્વારા પૂછવામાં આવી રહી છે. એટલે કે લોકોએ અત્યારથી જ નાણાકીય આયોજન શરૂ કરી દીધું છે. ખાસ કરીને આવા ટેક્સપેયર જેઓ છેલ્લી ઘડીએ રોકાણ કરે છે એવા લોકો ટેક્સ સેવિંગ માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. 

સામાન્ય રીતે સાત લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો, તેનાથી વધારાની આવક પર ટેક્સ ભરવો પડે છે. જો કે રોકાણનો વિકલ્પ પસંદ કરીને ટેક્સપેયર સાત લાખ રૂપિયાથી વધુની આવક પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકે છે. કરદાતા 10 લાખ 50 હજાર રૂપિયા સુધીની આવક સુધી ટેક્સ ફ્રી કરાવી શકે છે, કેવી રીતે? ચાલો જાણીએ.. 

સ્ટાન્ડર્ડ ડિડક્શન
આવકવેરાના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે 50,000 રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે ઉપલબ્ધ છે એટલે કે આ રકમ તમારી રૂ. 10 લાખની કમાણીમાંથી બાદ કરો, તો તે રૂ (10,50,000-50,000=10,00,000) થશે. 

Topic | VTV Gujarati

80C હેઠળ બચત
એ બાદ તમે 80C હેઠળ 1.5 લાખ રૂપિયાનો ટેક્સ બચાવી શકો છો. જણાવી દઈએ કે  EPF, PPF, ELSS, NSC જેવી બચત યોજનાઓ આ હેઠળ આવે છે અને તમે તેમાં રોકાણ કરીને ટેક્સમાં છૂટ મેળવી શકો છો. આ સિવાય ટેક્સપેયર વ્યક્તિ બે બાળકો માટે ટ્યુશન ફીના રૂપમાં ટેક્સમાં છૂટ પણ લઈ શકો છો. એટલે કે રૂ. 10,00,000 માંથી રૂ. 1,50,000 બાદ કરીએ તો ટેક્સ દાયરામાં રૂ. 8.5 લાખની રકમ આવશે.

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS
મહત્વનું છે કે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં વાર્ષિક રૂ. 50,000 સુધીનું અલગથી રોકાણ કરવામાં આવે તો કલમ 80CCD (1B) હેઠળ આવકવેરામાં વધારાના રૂ. 50,000 બચાવી શકાય છે. (8,50,000-50,000 = 8,00,000). 

મહેનત કરીને પૈસા કમાઈએ છીએ એમ છતાં કેમ ભરવો પડે છે ઇન્કમ ટેક્સ? જાણો શું છે  ITR ફાઇલ કરવાના ફાયદા | Why do we have to pay income tax? Know what are

હોમ લોન
જણાવી દઈએ કે હોમ લોન લેનારાઓ 2 લાખ રૂપિયાનો વધારાનો ટેક્સ બચાવી શકે છે. નોંધનીય છે કે ઈન્કમ ટેક્સની કલમ 24B હેઠળ હોમ લોન લેનારને બે લાખના વ્યાજ પર ટેક્સમાં છૂટ મળે છે અને વ્યક્તિએ વાર્ષિક આવકમાંથી પણ બાદ કરી શકે છે. એટલે કે (8,00,000-2,00,000 = 6,00,000). આ રીતે હવે ટેક્સના દાયરામાં 6 લાખ રૂપિયાની આવક આવશે.

હેલ્થ પોલિસી 
આવકવેરાની કલમ 80D હેઠળ હેલ્થ પોલિસી લઈને 25,000 રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકાય છે. આ હેલ્થ પોલિસી માં વ્યક્તિ પોતાનું, પત્ની અને બાળકોનું નામ હોવું જોઈએ. આ સિવાય જો તમારા માતા-પિતા વરિષ્ઠ નાગરિકો છે તેના નામ પર સ્વાસ્થ્ય વીમો ખરીદીને 50,000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. (6,00,000- 75,000 = રૂ. 5,25,000). 

વધુ વાંચો: મફત વીજળી યોજના : 5 જ મિનિટમાં PM Surya Ghar Yojana માં આ રીતે કરો એપ્લાય

કોઈપણ સંસ્થાને દાન
જો તમે કોઈપણ સંસ્થાને દાન કરો છો, આવકવેરાની કલમ 80G હેઠળ તો તમે 25,000 રૂપિયા સુધીનો ટેક્સ લાભ મેળવી શકો છો. 5 હજાર રૂપિયા બાદ કર્યા બાદ હવે તમારી આવક 5 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબમાં આવશે. આવકવેરાના નિયમો અનુસાર, 5 લાખ રૂપિયા સુધીની આવક પર જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ