બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Salangpur Temple Controversy: Security Guard Bhupat Khachar made a video and explained

ખુલાસો / 'મારી જાણ બહાર મને ફરિયાદી બનાવ્યો', સાળંગપુરના ભીંતચિત્રોને કાળો રંગ કરનાર હર્ષદ ગઢવીના કેસમાં સિક્યોરિટીનો ઘટસ્ફોટ

Malay

Last Updated: 10:46 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર મંદિર વિવાદઃ કષ્ટભંજન દેવ મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને કહ્યું કે, મારી જાણ બહાર મને ફરિયાદી બનાવી દીધો.

  • ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ
  • સિક્યોરિટી ગાર્ડે વીડિયો કર્યો વાયરલ 
  • સિક્યોરિટી ગાર્ડના દાવાથી વિવાદ 
  • "જાણી જોઇને ફરિયાદી નથી બન્યો"

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભૂપત ખાચરના વીડિયોને લઈને ભારે ખળભળાટ મચી ગયો છે.

સિક્યોરિટી ગાર્ડે વીડિયો કર્યો વાયરલ 
સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો ત્યાં મારો સિક્યોરિટીનો પોઈન્ટ હતો, ત્યારબાદ મંદિરના ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ મારી પાસે એક સહીં લેવામાં આવી હતી.' 

મારી જાણ બહાર બનાવાયો ફરિયાદીઃ ભૂપત ખાચર
તેઓએ કહ્યું કે, 'જે બાદ સાંજે હું નોકરી પૂરી કરીને ઘરે ગયો, સવારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે. હું ચારણ સમાજ અને અન્ય સમાજને જણાવવા માગું છું કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે. આમાં હું કંઈ જાણ તો નથી, હું નિર્દોષ છું.' 

ભીંતચિત્રો પર લગાવ્યો હતો કલર 
આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો પર ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના શખ્સે કાળો કલર કર્યો હતો અને તોડફોડ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા હર્ષદ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય સામે સેથળી ગામના અને મંદિરના સિક્યોરિટી ગાર્ડ ભૂપત સાદુળભાઈ ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સાળંગપુરમાં કેમ ચાલી રહ્યો છે વિવાદ?
સાળંગપુરમાં ચાલી રહેલા આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામિનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ