બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / Sachin Tendulkar scored 24 runs in 3 legal balls in cricket max international

ક્રિકેટ / એક પણ નો બોલ કે વાઈડ નહીં, સચિન તેંડુલકરે કર્યાં 3 બોલમાં 24 રન, કેવી રીતે બન્યો અમેઝિંગ રેકોર્ડ

Vaidehi

Last Updated: 04:59 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન તેંડુલકર એકમાત્ર એવા બેટ્સમેન છે કે જેમણે 3 લીગલ બોલમાં સૌથી વધુ 24 રન એટલે કે દરેક બોલ પર એવરેજ 7.1 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ આ સ્કોર કઈ રીતે શક્ય છે? વાંચો.

  • સચિન તેંડુલકરે ઈંટરનેશનલ ક્રિકેટમાં રચ્યો હતો ઈતિહાસ
  • 3 લીગલ બોલમાં બનાવ્યાં હતાં 24 રન
  • 2002માં ન્યૂઝીલેન્ડ સામે થયેલી મેચમાં બનાવ્યો રેકોર્ડ

તમે જાણીને ચોંકી જશો કે ઈંટરનેશનલ ક્રિકેટમાં સચિન તેંડુલકરે વાઈડ કે નૉ બોલ વિના 3 બોલમાં 24 રન ફટકાર્યાં હતાં. લીગલ બોલમાં વધુમાં વધુ તો 6 રન જ બની શકે છે તો એવું તો સચિને શું કર્યું કે તેમણે 3 બોલમાં 24 રન એટલે કે દરેક બોલ પર એવરેજ 7.1 રન બનાવ્યાં ?

4 ડિસેમ્બર 2002માં સચિનની ઐતિહાસિક ઈનિંગ્સ
2002-03ની સાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે મેચ રમી રહી હતી. આ મેચ દરમિયાન સચિન તેંડુલકરે  પોતાના કરિયરની શાનદાર ઈનિંગ ફટકારી હતી. આ મેચ 4 ડિસેમ્બર 2002નાં ક્રાઈસ્ટચર્ચ મેદાનમાં રમવામાં આવી હતી અને તેમણે 27 બોલમાં 72 રનો બનાવ્યાં હતાં.

ICCએ એક પ્રાયોગિક મેચ સેટ કરી હતી
ICCએ વનડે મેચની 10-10 ઓવરને 2-2 ઈનિંગ્સમાં વહેંચીને એક પ્રયોગ કર્યો હતો. પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા પણ 11નાં બદલે 12ની રાખવામાં આવી હતી. આ મેચનું નામ હતું 'ક્રિકેટ મેક્સ ઈંટરનેશનલ'. આ મેચમાં બોલરની પાછળ સાઈટ સ્ક્રીનની સામે આવેલા ક્ષેત્રનાં એક ભાગને 'મેક્સ ઝોન' ઘોષિત કરવામાં આવ્યો હતો. આ ઝોનમાં શૉટ લગાવનારાઓને ડબલ રન મળતાં હતાં એટલે કે કોઈ ચોગ્ગો ફટકારે તો તેને 8 રન મળતાં હતાં. અને છગ્ગો ફટકારે તો 12 રન મળે.

મેક્સ ઝોનને લીધે સચિને રચ્યો ઈતિહાસ
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણલ લીધો હતો. ન્યૂઝીલેન્ડે 10 ઓવરમાં 5 વિકેટ પર 123 રન બનાવ્યાં હતાં.  ભારતની બેટિંગમાં માસ્ટર બ્લાસ્ટર સચિને ક્રાઈસ્ટચર્ચમાં ધમાકેદાર ઓપનિંગ કરી. સચિને આશરે 27 બોલ પર 72 રનની ઈનિંગ રમી હતી. તેમણે સતત 3 બોલને મેક્સ ઝોનમાં મારીને સૌને ચોંકાવી દીધાં હતાં. આ 3 બોલ પર સચિને એક ચોગ્ગો, એક છગ્ગો અને 2 રન બનાવ્યાં પરંતુ નિયમોનુસાર તેમણે ક્રમશ: 8,12 અને 4 રન મળ્યાં અને આવી રીતે તેઓ લીગલ 3 બોલમાં 24 રન બનાવનારા પહેલા ક્રિકેટર બની ગયાં.

ટીમ ઈન્ડિયાને મળી હતી હાર
સચિને શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું તેમ છતાં ટીમ ઈન્ડિયા 21 રનોથી મેચ હારી ગઈ હતી. પહેલી ઈનિંગમાં કીવી ટીમનાં 5 વિકેટ પર 123 રન બન્યાં હતાં જ્યારે ટીમ ઈન્ડિયાએ સચિનની મહેનતથી 5 વિકેટ પર 133 રન બનાવ્યાં. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટ પર 118 રન બનાવ્યાં પરંતુ ટીમ ઈન્ડિયા 6 વિકેટનાં નુક્સાન પર માત્ર 86 રન બનાવીને મેચ હારી ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ