બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Sachin Tendulkar Records: seven records of Sachin which are impossible to break, Kohli is also far away

Happy Birthday / સચિન તેંડુલકરના એ સાત રેકોર્ડ જેને તોડવા 'મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ', રોહિત-કોહલી પણ છે ઘણા પાછળ

Megha

Last Updated: 11:37 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના બદલાતા સમયમાં પણ અત્યારે સચિનના કેટલાક એવા રેકોર્ડ છે જેને તોડવા લગભગ અશક્ય છે. આજે અમે તમને એવા જ રેકોર્ડ વિશે વાત જણાવવા જઈ રહ્યા છીએ.

  • સચિનના કેટલાક એવા રેકોર્ડ છે જેને તોડવા લગભગ અશક્ય
  • સચિન તેંડુલકરના નામે 100 સદીનો રેકોર્ડ 
  • એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી 

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જણાવી દઈએ કે બે દાયકા સુધી ક્રિકેટના મેદાન પર રાજ કરનાર સચિને પોતાની 24 વર્ષની કારકિર્દીમાં ઘણા એવા રેકોર્ડ બનાવ્યા, જેને તોડવો ખૂબ જ મુશ્કેલ છે. ક્રિકેટના બદલાતા સમયમાં પણ અત્યારે સચિનના કેટલાક એવા રેકોર્ડ છે જેને તોડવા લગભગ અશક્ય છે. આજે અમે તમને એવા જ રેકોર્ડ વિશે વાત જણાવવા જઈ રહ્યા છીએ.

સચિન તેંડુલકરના નામે 100 સદીનો રેકોર્ડ 
જણાવી દઈએ કે સચિન તેંડુલકરે ટેસ્ટ મેચ અને ODI સહિત કુલ 663 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેમાં તેને ટેસ્ટમાં 51 અને ODIમાં 49 સદી ફટકારી છે. એટલે કે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 100 સદી ફટકારી છે. નોંધનીય છે કે આ મામલામાં વિરાટ કોહલી તેની નજીક છે અને વિરાટ કોહલી વનડેમાં સચિનની 49 સદીની બરાબરી કરી શકે છે.

સૌથી વધુ ટેસ્ટ મેચ રમી 
રેકોર્ડની લિસ્ટમાં બીજા સ્થાને એ છે કે સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમી છે અને તે અત્યાર સુધી સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ખેલાડી છે. નોંધનીય છે કે આ મામલામાં ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન 179 મેચ સાથે બીજા નંબર પર છે પણ 40 વર્ષના એન્ડરસન માટે હજુ 21 ટેસ્ટ મેચ રમવી શક્ય નથી જણાતી. 

એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી 
જણાવી દઈએ કે એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. 2003ના વર્લ્ડ કપમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિને 673 રન બનાવ્યા હતા અને તેનો આ રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. જો કે મેથ્યુ હેડને 659 રન બનાવ્યા છે અને રોહિત શર્માએ 648 રન બનાવ્યા છે. 

સૌથી લાંબુ વન ડે કરિયર 
જણાવી દઈએ કે સચિન તેંડુલકરે 22 વર્ષ અને 91 દિવસ સુધી ODI ક્રિકેટ રમ્યું છે અને આ એક રેકોર્ડ છે. નોંધનીય છે કે સચિન સિવાય બીજા કોઈ ખેલાડીનું સૌથી લાંબુ વન ડે કરિયર  નથી. સચિનનો આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી 
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 51 સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જણાવી દઈએ કે આ રેકોર્ડના મામલામાં તેના પછી સાઉથ આફ્રિકાના જેક કાલિસ છે જેને 45 સદી ફટકારી છે અને એ બાદ હાલ સ્ટીવ સ્મિથ 30 સદી સાથે આગળ છે કોહલીના નામે 28 સદી છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 
નોંધનીય છે કે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34357 રન બનાવ્યા છે. આ મામલામાં કુમાર સંગાકારાનું નામ સચિન પછી આવે છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28016 રન બનાવ્યા છે. સાથે જ અત્યારે વિરાટ કોહલી એ 25322 રન બનાવ્યા છે. 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી 
ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે જેમાં એમને 2058થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. આ મામલામાં રાહુલ દ્રવિડ 1654 ચોગ્ગા સાથે બીજા સ્થાને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ