બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Sachin Tendulkar Birthday: Master Blaster turns 50,Know the total net worth...

હેપી બર્થડે / ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન થયા 50 વર્ષના, હજુ પણ કરે છે કરોડોમાં કમાણી, જાણો કુલ નેટવર્થ

Megha

Last Updated: 11:38 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પણ કમાણીના મામલે તે હજુ પણ આગળ છે. એવામાં ચાલો આજે જાણીએ કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની કુલ નેટવર્થ કેટલી છે.

  • આજે સચિનનો 50મો જન્મદિવસ છે
  • નિવૃત્તિ પછી પણ કમાણીના મામલે હજુ આગળ છે સચિન 
  • આટલી પ્રોપર્ટીનો માલિક છે સચિન તેંડુલકર

ભારત સહિત વિશ્વમાં જ્યારે ક્રિકેટની વાત થાય છે ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ળકો યાદ કરે છે કારણ કે ક્રિકેટમાં તેને જે ભૂમિકા ભજવી છે તેને ભૂલી શકાય તેમ નથી. એવામાં આજે 24 એપ્રિલ 2023ના રોજ સચિનનો 50મો જન્મદિવસ છે અને આખો દેશ તેમને વધામણી આપી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે તેને પોતાના કરિયરમાં એટલા બધા રેકોર્ડ બનાવ્યા છે કે તેનું નામ ક્રિકેટ ઈતિહાસમાં નોંધાઈ ગયું છે. 

ભલે સચિને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પણ કમાણીના મામલે તે હજુ પણ આગળ છે. એવામાં ચાલો આજે જાણીએ કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની કુલ નેટવર્થ કેટલી છે.

આટલી પ્રોપર્ટીનો માલિક છે સચિન 
જણાવી દઈએ કે 16 વર્ષની ઉંમરે હાથમાં બેટ પકડીને એક પછી એક મોટા રેકોર્ડ બનાવનાર સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો અને આજે તેનો 50 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેને પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણી કમાણી કરી છે અને અહેવાલો અનુસાર સચિન તેંડુલકરની કુલ સંપત્તિ લગભગ $175 મિલિયન એટલે કે 1436 કરોડ રૂપિયા છે. આ સાથે જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તે જાહેરાતો અને અન્ય માધ્યમોથી કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે.  

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કરોડોની કમાણી કરી રહ્યો છે સચિન 
સચિન તેંડુલકરે ભલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પણ મોટી બ્રાન્ડ્સ હજુ પણ તેના ચહેરા પર વિશ્વાસ કરે છે અને તેને તેમની જાહેરાતોમાં લેવાનું પસંદ કરે છે. સચિન ઘણીવાર ટીવી પર  Boost, Unacademy, Castrol India, BMW, Luminous India, Sunfeast, MRF tires, Aviva Insurance, Pepsi, Adidas, Visa, Luminous, Sanyo, BPL, Philips, Spinny જેવી કંપનીઓની જાહેરાતોમાં જોવા મળે છે. આ સિવાય જિયો સિનેમાએ સચિન તેંડુલકરને અને બીજા ઘણા ક્રિકેટરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.

મુંબઈ અને કેરળમાં સચિનના આલીશાન બંગલા
સચિન તેંડુલકરની વૈભવી લાઈફસ્ટાઈલનો અંદાજ તેના આલીશાન ઘરોને જોઈને પણ લગાવી શકાય છે. મુંબઈના પોશ બાંદ્રા વિસ્તારમાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘર વર્ષ 2007માં લગભગ 40 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. માત્ર મુંબઈ જ નહીં પરંતુ કેરળમાં પણ તેનો કરોડોની કિંમતનો બંગલો છે. 

સચિન પાસે કારનું શાનદાર કલેક્શન 
સચિન તેંડુલકરને પણ કારનો ઘણો શોખ છે. તેના કાર કલેક્શનમાં એકથી વધુ લક્ઝુરિયસ કાર છે. રિપોર્ટ અનુસાર તેના કલેક્શનમાં વધુ એક મોંઘી અને લક્ઝરી કારનો છે જેવી કે ફેરારી 360 મોડન, BMW i8, BMW 7 સિરીઝ, 750Li M Sport, Nissan GT-R, Audi Q7, BMW M6 Gran Coupe અને BMW M5 30 Jahre.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ